<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રાજકોટ જીલ્લામાં નિયુકત ૧૧ પી.આઇ.ને પોસ્‍ટીંગ આપતા જીલ્લા પોલીસ વડા રાઠૌર

પીએસઆઇના પોલીસ મથકમાં પી.આઇ.ની નિયુકતીઃ શાપર-વેરાવળમાં આર.બી.રાણા, જેતપુર તાલુકામાં એ. એમ. હેરમા, ધોરાજી તાલુકામાં એલ. આર. ગોહિલ તથા ગોંડલ તાલુકામાં જે. પી. રાવની નિમણુક ૧૧ પોલીસ ઇન્‍સ્‍પેકટરો તથા અન્‍ય ૪ પોલીસ ઇન્‍સ્‍પેકટરોની બદલી કરાઇ

રાજકોટ તા. ૩ :..  જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌર દ્વારા રાજકોટ જિલ્લાના ૧૧ જેટલા પોલીસ સ્‍ટેશનમાં નવા આવેલા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તેમજ અન્‍ય ૪ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ની આંતરિક બદલી કરવામાં આવી હતી તેમજ નવાની નિમણૂક કરવામાં આવી હતી

રાજ્‍યના ગળહ વિભાગે ગળહ મંત્રી હર્ષ સંઘવી એ સમગ્ર ગુજરાતમાં પીએસઆઇના પોલીસ સ્‍ટેશન જ્‍યાં હતા ત્‍યાં અપડેટ કરીને દરેક પીએસઆઇ પોલીસ સ્‍ટેશનમાં નવા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે નિમણૂક કરવાની જાહેરાત કર્યા બાદ રાજકોટ જિલ્લામાં પીએસઆઇ ના પોસ્‍ટિંગ વાળા પોલીસ સ્‍ટેશનમાં હવેથી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

રાજકોટ જીલ્લામાં હાજર થયેલા પોલીસ ઇન્‍સ્‍પેકટર, ડો. એમ. એમ. ઠાકોરને જેતપુર ઉદ્યોગનગર પો. સ્‍ટે., સી. ડી. વૈશ્‍યકને, બી. આર. પટેલને ઉપલેટા પો. સ્‍ટે., આર. બી. રાણાને શાપર પો. સ્‍ટે., જે. પી. રાવને ગોંડલ તાલુકા પો. સ્‍ટે., યુ. આર. ડામોરને લોધીકા પો. સ્‍ટે., આર. વી. વાઘીયાને પાટણવાવ પો. સ્‍ટે., ડી. બી. મજીઠીયાને ભાયાવદર પો. સ્‍ટે., શ્રીમતી એસ. એન. પરમારને પડધરી પો. સ્‍ટે., એસ. એચ. શર્માને મેટોડા પો. સ્‍ટે. તથા એમ. જી. ચૌહાણને સી. આઇ. આઇ. ગોંડલ, ખાતે નિયુકત અપાઇ છે.

જયારે શ્રીમતી આર. એમ. રાઠોડને યુનિટ ગોંડલ ખાતેથી કોટડા સાંગાણી, એ. એમ. હેરમા સી. પી. આઇ. ધોરાજીથી જેતપુર તાલુક પો. સ્‍ટે., એલ. આર. ગોહીલને ઉપલેટા પો. સ્‍ટે. થી ધોરાજી તાલુકા પો. સ્‍ટે. તથા એસ. જી. રાઠોડને સી. પી. આઇ. ગોંડલ વિરપુર પો. સ્‍ટે. માં બદલી કરવામાં આવી છે

(11:37 AM IST)