તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
શિવમ ગ્રુપનું વધુ એક સાહસ : અંબિકા ટાઉનશીપ મેઇન રોડ પર ‘શિવમ મેડિકલ સ્ટોર‘નો પ્રારંભ
ડે એન્ડ નાઇટ સ્ટોરમાં એલોપેથીક અને આયુર્વેદીક દવાઓ રાહત દરે મળશે

રાજકોટ : શહેરના અંબિકા ટાઉનશીપ મેઇન રોડ ઉપર સ્પીડવેલ હાઇટની સામે સ્વયંમ કેર, ગ્રાઉન્ડ ફલોર ખાતે શિવમ મેડીકલ સ્ટોર (ડે એન્ડ નાઇટ) મો.૯૦૯૦૫૨૫૨૦૮નો શુભારંભ થયો છે. અહિં દરેક પ્રકારની એલોપેથીક, આયુર્વેદીક દવાઓ રાહત ભાવે મળશે. તેમજ ઇમ્પોર્ટેડ કોસ્મેટીકની આઇટમો મળી રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે શિવમ ગ્રુપ દ્વારા ઇન્દીરા સર્કલ પાસે શિવમ મેડીકલ સેન્ટર, શિવમ ફાર્મસી, શિવમ આયુર્વેદીક સ્ટોર કાર્યરત છે. આ સહિત ૧૨ સંસ્થાઓ શહેરભરમાં ચાલુ છે. શિવમ મેડીકલ સ્ટોરના પ્રારંભ પ્રસંગે સાંસદ પરસોતમભાઇ રૂપાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તસ્વીરમાં શિવમ મેડીકલ સ્ટોરના અશ્વિનભાઇ ભુવા, ડો.ચેતન હાસલીયા, ધર્મેશભાઇ ભાલોડીયા, હિતેષભાઇ ભુવા, ભાવેશભાઇ ભુવા, નિમેષભાઇ ભીમાણી, હાર્દિકભાઇ વિરોજા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(4:43 PM IST)










