તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 29th June 2025
પૅરિસ પૅરાલિમ્પિક્સ 2024માં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતની ૧૮ વર્ષની પૅરા-તીરંદાજ શીતલ દેવી ફરી ચર્ચામાં
શીતલ દેવીએ કોઇ કાર્ય મુશ્કેલ નથી તેવુ સાબિત કરી બતાવ્યું: બન્ને હાથ વગરની કાર ચલાવી દેશને પ્રેરણારૂપ બની અને એક વિડીયો પણ શેર કર્યો

નવી દિલ્હીઃ પૅરિસ પૅરાલિમ્પિક્સ 2024માં બ્રૉન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવેલી ભારતની ૧૮ વર્ષની પૅરા-તીરંદાજ શીતલ દેવીએ ફરી એક વાર દેશને પ્રેરણા આપી છે. ઇન્સ્ટાગ્રામ પર શીતલે પોતાના પગથી કાર ચલાવતો એક વિડિયો શૅર કર્યો છે. બે હાથ વગરની શીતલે કૅપ્શનમાં લખ્યું કે ‘થોડા સમય માટે ડ્રાઇવરની સીટ પર બેઠી, દરેક ક્ષણનો આનંદ માણ્યો. ક્યારેય કોઈ પણ વસ્તુને ના ન કહો.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
