<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો

ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આંદોલનકારી તબીબોની મોડી સાંજે યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે  આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી, જેમાં આ નિર્ણય લેવાયો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના  સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિત ને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીને આપી છે.

(10:23 PM IST)