તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
હરિયાણા ચૂંટણીને લઈને ભાજપની નકલી યાદી વાયરલ થઇ : હિસારથી સાવિત્રી જિંદાલનું નામ
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 23 ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની 23 ઉમેદવારોની યાદી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. વાયરલ લિસ્ટમાં સીએમ નાયબ સિંહ સૈની સહિત 23 ઉમેદવારોના નામ સામેલ છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી લિસ્ટમાં સૌથી પહેલું નામ મુખ્યપ્રધાન નાયબ સિંહ સૈનીનું છે, તેમના પછી ગોપાલ કાંડાને સિરસાથી ઉમેદવાર બતાવવામાં આવ્યા છે. હિસારથી સાવિત્રી જિંદાલને બીજેપીએ ઉમેદવાર બનાવ્યા છે.
નકલી વાયરલ લિસ્ટમાં કોના નામ છે?
નાયબ સિંહ સૈની ગોપાલ કાંડા અમરચંદ મહેતા આદિત્ય ચૌટાલા રાજેન્દ્ર જશુદોજા સાવિત્રી જિંદાલ મહિપાલ ધંડા રણબીર ગંગવા રણધીર પનિહાર ભવ્ય બિશ્નોઈ કેપ્ટન અભિમન્યુ શ્રુતિ ચૌધરી આરતી રાવ અનિલ વિજ રેણુ શર્મા મૂળચંદ શર્મા અભય સિંહ યાદવ અરવિંદ શર્મા ઓમપ્રકાશ ધનખર રામવિલાસ શર્મા ગૌરવ ગૌતમ રાવ નરવીર કંવરપાલ ગુર્જર
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
