<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

કાશ્‍મીર ચુંટણીના પહેલા તબકકા આડે ૧પ દિવસ બાકી પણ કોંગ્રેસ અને ભાજપાએ હજુ ચુંટણી ઢંઢેરો જાહેર નથી કર્યો

 

 

જમ્‍મુ તા. ૩: દસ વર્ષ પછી થઇ રહેલ કાશ્‍મીર વિધાન સભા ચુંટણીમાં મત મેળવીને સત્તા પામવાની હોડમાં લગભગ બધા રાજકીય પક્ષોએ પોત પોતાના ચુંટણી ઢંઢેરા જાહેર કરીને વચનો લ્‍હાણી શરૂ કરી દીધી છે. પણ કોંગ્રેસ અને ભાજપાએ હજુ પોત પોતાના પત્તા નથી ખોલ્‍યા.

પહેલા ચરણના મતદાનની તારીખ ૧૮ સપ્‍ટેમ્‍બર છે પણ ભાજપા અને કોંગ્રેસ બન્‍નેએ હજુ સુધી પોતાના ચુંટણી ઢંઢેરા પાર્ટી (પીડીપી) અને જમ્‍મુ કાશ્‍મીર અપની પાર્ટી જેવા સ્‍થાનિક પક્ષોએ પહેલા જ પોતાના ચુંટણી ઢંઢેરા બહાર પાડી દીધા છે.

૧૮, રપ સપ્‍ટેમ્‍બર અને ૧ ઓકટોબર એમ ત્રણ તબકકામાં થનાર ચુંટણીમાં સ્‍થાનિક પક્ષોએ ચુંટણી તૈયારીઓ બાબતે લીડ મેળવી લીધી છે જયારે ચુંટણી ઢંઢેરા જાહેર કરવામાં કોંગ્રેસ અને ભાજપા પાછળ રહી ગયા છે.

જેમ જેમ ચુંટણીની તારીખો નજીક આવી રહી છ ે, ભાજપા અને કોંગ્રેસ દ્વારા ચુંટણી ઢંઢેરા વિલંબથી જમ્‍મુ કાશ્‍મીરના લોકોની ચિંતાઓ દૂર કરવા માટે બન્‍ને પક્ષોની તૈયારીઓ અને પ્રતિબધ્‍ધતા અંગે સવાલો ઉઠી રહ્યા છે.

(4:46 PM IST)