તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
મહિલાએ મહાદેવજીને નૉમિની બનાવી દીધા, વીમાના ૭.૪૨ લાખ રૂપિયા ભગવાનને મળશે
વિલ-વારસા કે પૉલિસીમાં લોકો મોટા ભાગે પત્ની, સંતાનો કે અન્ય સંબંધીઓનાં નામ લખાવતા હોય છે, પરંતુ ગ્વાલિયરની એક મહિલાએ પોતે લીધેલી વીમા-પૉલિસીમાં ત્યાંના પ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિરનું નામ લખાવ્યુંહતું

ગ્વાલીયર, તા.૩: વિલ-વારસા કે પૉલિસીમાં લોકો મોટા ભાગે પત્ની, સંતાનો કે અન્ય સંબંધીઓનાં નામ લખાવતા હોય છે, પરંતુ ગ્વાલિયરની એક મહિલાએ પોતે લીધેલી વીમાપ્રપૉલિસીમાં ત્યાંના પ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવ મંદિરનું નામ લખાવ્યું હતું. હવે તેમનું મળત્યુ થતાં ભગવાનના ખાતામાં લગભગ ૭.૪૨ લાખ રૂપિયા જમા થશે. અચલેશ્વર ન્યાસની ઑફિસ જઈને વીમાપ્રસલાહકારે આ વાત કરી ત્યારે સૌ આભા બની ગયા હતા. તેમના કહેવા પ્રમાણે ગ્વાલિયરનાં માધુરી સક્સેનાએ ૨૦૧૭ની ૨૮ માર્ચે ભારતીય જીવન વીમા નિગમની એક પૉલિસી લીધી હતી અને એમાં વારસદાર તરીકે અચલેશ્વર મહાદેવનું નામ લખાવ્યું હતું. પૉલિસી લીધા પછી માધુરી સક્સેના દિલ્હી રહેવા જતાં રહ્યાં હતાં અને ૨૦૨૨ની ૧૯ માર્ચે તેમનું અવસાન થયું હતું. વીમા-સલાહકાર સુષમા બંસલે વીમા સંબંધી તમામ દસ્તાવેજો અચલેશ્વર ન્યાયને સુપરત કર્યા છે. ટ્રસ્ટે હવે દાવો માંડવાની કાર્યવાહી શરૂ કરી છે અને ટૂંક સમયમાં ટ્રસ્ટના ખાતામાં રૂપિયા જમા થઈ જશે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
