તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
રાત્રે બાડમેરમાં મોટી દુર્ઘટના: ફાઈટર પ્લેન ક્રેશ: પાયલટ સુરક્ષિત
બાડમેર જિલ્લાના બાંદ્રા ગામની સીમા પાસે ક્રેશ થયું ;પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે :ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી

બાડમેરમાં સોમવારે રાત્રે એક ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાયલટ સુરક્ષિત હોવાની માહિતી મળી રહી છે.
પ્રારંભિક માહિતી અનુસાર, ફાઈટર પ્લેન ઉત્તરલાઈ એર સ્ટેશનથી ઉડાન ભરી હતી. આ દરમિયાન વિમાન બાડમેર જિલ્લાના બાંદ્રા ગામની સીમા પાસે ક્રેશ થયું હતું. માહિતી મળતાં જ લિસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન એરફોર્સના અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પાયલટ સુરક્ષિત છે. કેસની તપાસ ચાલી રહી છે
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
