તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 1st July 2024
ટીમ ઇન્ડિયા બાર્બાડોસમાં ફસાઇ, ભારત પરત ફરવામાં મોડુ થશે
બાર્બાડોસ ટાપુ પર વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાના લીધે તમામ ફલાઇટો રદ્દ કરી દેવામાં આવી

નવી દિલ્હી તા. ૧ : ભારતીય ટીમ એટલાન્ટિક મહાસાગરની મધ્યમાં આવેલા કેરેબિયન દેશમાં ફસાઈ છે. ઈન્ડિયાના ખેલાડીઓની ભારત પરત ફરવામાં વિલંબ થઈ શકે છે. ભારતીય ટીમ આજે બાર્બાડોસથી રવાના થવાની હતી, પરંતુ હવે બેરીલ વાવાઝોડાએ તેનો રસ્તો રોકી દીધો છે. ભારતીય ખેલાડીઓ સોમવારે બાર્બાડોસ છોડી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. કારણ કે વાવાઝોડાને પગલે બાર્બાડોસની તમામ ફલાઈટ્સ રદ કરવામાં આવી છે. બાર્બાડોસ ટાપુ પર વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે, જેના કારણે ભારતીય ટીમના સ્વદેશ પરત ફરવામાં વિલંબ થઈ શકે છે.
પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ભારતીય ટીમના ખેલાડીઓ આજે સોમવારે ન્યૂયોર્ક જવાના હતા. ન્યૂયોર્કના ભારતીય ખેલાડીઓએ કનેક્ટેડ ફલાઈટ દ્વારા દુબઈ જવાનું છે, પરંતુ હવે બેરીલ વાવાઝોડાને કારણે તે લગભગ અશક્ય છે. બાર્બાડોસના વડાપ્રધાને જાહેરાત કરી છે કે રવિવારે રાત્રે એરપોર્ટ બંધ રહેશે. બાર્બાડોસ એરપોર્ટ પરથી ફલાઈટ્સની અવરજવર બંધ રહેશે.
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
