તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
મહિલા ડોક્ટરોમાં વધી રહ્યું છે આત્મહત્યાનું જોખમ:બ્રિટિશ મેડિકલ જર્નલનો દાવો

નવી દિલ્હી: મહિલા ડોકટરોના બ્રિટિશ મેડિકલ જર્નલ (બીએમજે)માં પ્રકાશિત સ્ટડી રિપોર્ટ અનુસાર સામાન્ય લોકોની સરખામણીમાં મહિલા ડૉકટરોમાં આત્મહત્યાનું જોખમ 76 ટકા વધારે છે. આ સ્ટડીમાં 20 દેશો સાથે જોડાયેલા આંકડાઓનું વિશ્વલેષણ કરવામાં આવ્યું હતું. આ તથ્યો પરથી સાબીત થાય છે કે દુનિયા ભરમાં મહિલા તબીબો ખૂબજ દબાણમાં કામ કરવા મજબૂર છે આથી તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઇ રહી છે. દેશ અને ક્ષેત્રના આધારે જોખમ ઓછુ વત્તુ જોવા મળે છે કયાંય આદર્શ સ્થિતિ જોવા મળતી નથી.
છેલ્લા કેટલાક વર્ષોના સ્ટડી પરથી ધ્યાનમાં આવ્યું છે કે અમેરિકામાં એક દિવસમાં સરેરાશ 1 ડૉકટર આત્મહત્યા કરે છે. યુનાઇટેડ કિંગડમમાં 10 દિવસે એક તબીબ આત્મહત્યા કરે છે. આ સ્ટડી માટે વિયેના યુનિવર્સિટી સાથે જોડાયેલા સંશોધકોએ 1960 થી 31 માર્ચ 2024 સુધીના 20 દેશોમાં પ્રકાશિત થયેલા 39 શોધ નિબંધોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. વર્ષવાઇઝ આત્મહત્યાની ઘટનાઓની સરખામણી મહિલા ડોકટરો સાથે કરતા ચોંકાવનારી માહિતી બહાર આવી હતી.
(6:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
