<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ કરતા દોડધામમાં 129 કેદીઓના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી:  ખનિજોના ભંડાર માટે પ્રખ્યાત આફ્રિકન દેશ કોંગોમાં વધુ એક ભયાનક ઘટના બની છે. વિશ્વના સૌથી ગરીબ દેશોમાંના એક આ આફ્રિકન દેશ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિંશાસાની જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે સંખ્યાબંધ કેદીઓ મૃત્યુ પામ્યા છે. 

આ ઘટના અંગે માહિતી આપતાં સરકારે કહ્યું કે, સોમવારે કિંશાસાની સેન્ટ્રલ મકાલા જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે ઓછામાં ઓછા 129 લોકો માર્યા ગયા છે. મોતના આંકડા અંગે અનેક માનવાધિકાર સંસ્થાઓ સરકાર સામે સવાલ કરી રહી છે કે, તંત્ર ઓછો આંકડો બહાર પાડી રહી છે, આ ભયવાહ ઘટનામાં મૃત્યુઆંક મોટો હોઈ શકે છે. ગૃહમંત્રી શબાની લુકુએ જણાવ્યું કે ,129 મૃત્યુમાંથી 24ના મોત ફાયરિંગમાં થયા છે જ્યારે બાકીના મોત ભાગદોડના કારણે થયા છે. કોંગોના ગૃહમંત્રીએ કહ્યું, '129માંથી 24ના મોત ફાયરિંગમાં થયા છે જ્યારે બાકીના કેદીઓ ધક્કો મારવાથી અથવા ગૂંગળામણને કારણે આ ઘટનામાં મૃત્યુ પામ્યા હતા.' જેલની વહીવટી ઇમારત, તેના ફૂડ ડેપો અને એક હોસ્પિટલમાં પણ આગ લાગી હતી, જેમાં લગભગ 59 લોકો ઘાયલ થયા હતા. વીડિયો દ્વારા જારી કરાયેલા નિવેદનમાં શબાનીએ કહ્યું કે, 'મકાલા સેન્ટ્રલ જેલમાંથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને ઘણું નુકસાન કર્યું છે.' જેલના એક અધિકારીએ કહ્યું કે એક પણ કેદી ભાગવામાં સફળ થયો નથી. જેલમાંથી જે લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમની હત્યા કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ મામલે કડક તપાસ હાથ ધરાઈ છે.

(6:27 PM IST)