તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
યુવાનીમાં જ ખરી રહ્યા છે વાળઃ જંકફુડ, વાળમાં કલર અને તણાવ મુખ્ય કારણ
૪૦ વર્ષની વય પછી થતી તકલીફ હવે ૩૦ પછી જ દેખાઇ રહી છે

પાલી : આધુનિક દેખાવની લ્હાયમાં કેટલાય યુવાઓ હવે હેર કલરીંગથી માંડીને વારંવાર સ્ટ્રેટનીંગ કરાવે છે. પણ આના કારણે તેમને તણાવ, થાયરોઇડ અને ટાલની તકલીફો પણ સાથે મળી રહી છે.
સામાન્ય રીતે, વારસાગત કેસોમાં ૪૦ વર્ષ પછી લોકોમાં ટાલીયા થવાની તકલીફો થતી હતી પણ હવે મોટી સંખ્યામાં યુવાનો પણ તેનાથી પિડીત થઇ રહ્યા છે. ટાલની સમસ્યાથી મહિલાઓ પણ પીડિત થઇ રહી છે. મહિલાઓમાં આના મુખ્ય કારણોમાં તણાવ, અવ્યવસ્થિત દિનચર્યા, વધારે કલરીંગ, સ્ટાયલીંગ અને કેમીકલ ઉપરાંત ખોડો પણ છે, જે વાળને નબળા બનાવે છે. ઘણાં કેસમાં દવાઓનું સેવન, હોર્મોન્સનું અસંતુલન પણ કારણ બને છે.
પાલીનો બંગડ યુનિવર્સિટીના સ્ક્રીન સ્પેશ્યાલીસ્ટ ડોકટર રાજૂસિંહ રાજપૂરોહિતનું કહેવું છે કે જીવન શૈલીમાં ફેરફારથી હોર્મોનલ સંતુલન બગવડું, ફેમીલી હીસ્ટી જેવા ઘણાં કારણો છો, જેનાથી ટાલીયા પણાની તકલીફ થાય છે. યુવાઓમાં પુરૂષોની સાથે સાથે મહિલાઓના કેસો પણ સામે આવી રહ્યા છે. ટાલ પડવાની શરૂઆતમાં જ તપાસ કરીને કારણો જાણીને તેની સારવાર થઇ શકે છે.
યુવાનોએ પોતાની લાઇફ સ્ટાઇલ પણ બદલવી જોઇએ જેથી આ તકલીફ જ ના થાય.
ટાલ પડવાના મુખ્ય કારણો
ટેન્સન, તણાવ, સંતુલીત આહારની કમી, ફેમીલી હીસ્ટ્રી, હોર્મોનલ ફેરફાર, પ્રદુષણ, જંકફુડનું વધારે પડતું સેવન, પ્રદુષિત વાતાવરણમાં બહુ વધારે એકસ પોઝર, થાયરોઇડ, ઓટો ઇમ્યુનડીસ ઓર્ડર વગેરે ટાલ પડવાના મુખ્ય કારણો છે. વ્યકિતના માથા પર જયારે હેર લાઇન ઘટવાની શરૂઆત થાય ત્યારે જ ડોકટર પાસે તપાસ કરાવવી જોઇએ. તેનાથી કારણ જાણીને સમયસર સારવાર થઇ શકે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
