<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

બે વર્ષ સુધીના બાળકોને સ્‍ક્રીનથી દૂર રાખો

સ્‍વીડન સરકારે વાલીઓ માટે જાહેર કરી એડવાઇઝરી

સ્‍વીડને સોમવારે વાલીઓ માટે એડવાઇઝરી જાહેર કરતા કહ્યું છે કે બે વર્ષથી નાના બાળકોને સ્‍ક્રીન જોવાની પરવાનગી, બિલકુલ ના મળવી જોઇએ. જાહેર આરોગ્‍ય એજન્‍સીએ કહ્યું કે બે વર્ષથી ઓછી વયના બાળકોને ડીજીટલ મીડીયા અને ટીવીથી સંપૂર્ણ પણે દૂર રાખવા જોઇએ. ભલામણોમાં કહેવામાં આવ્‍યું છે કે બે થી પાંચ વર્ષની વયના બાળકોએ સ્‍ક્રીનની સામે એક દિવસમાં મહત્તમ એક કલાક જ રહેવું જોઇએ. જયારે ૬ થી ૧ર વર્ષના બાળકોએ એક થી બે કલાકથી વધારે સમય સ્‍ક્રીન સામેના ગાળવો જોઇએ

(3:19 PM IST)