તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદના જુહાપુરામાં જુના મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઘાયલ
વિશાલા બરફ ફેક્ટરી પાસેની નુરે ઇલાહી સોસાયટીમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી: ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ

અમદાવાદ : શહેરના જુહાપુરા વિસ્તારમાં જુના મકાનનો સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઘાયલ થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના જૂહાપુરામાં વિશાલા બરફ ફેક્ટરી પાસેની નુરે ઇલાહી સોસાયટીમાં જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે સ્લેબના કાટમાળને ખસેડવા કામગીરી હાથ ધરી હતી
(9:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
