તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 29th June 2025
અમદાવાદના આઝાદ સોસાયટી નારણપુરમાં બિરઝૂ એપાર્ટમેન્ટમાં ધાબે મુકેલ પાણીની ટાંકી ધડકાભેર કડકભૂસ
સ્થાનિકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યાઃ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી

અમદાવાદઃ અમદાવાદના આઝાદ સોસાયટીમાં પાણીની ટાંકી ધસી પડી છે. જેમાં બિરઝૂ એપાર્ટમેન્ટમાં ધાબે મુકેલ ટાંકી પડવાની ઘટના બની છે. ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. જેમાં સ્થાનિકોનું રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા છે. તાજેતરમાં જ નારણપુર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ હાઉસિંગમાં પાણીની ટાંકી ધડકાભેર કડકભૂસ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે સિમેન્ટની બનેલી પાણી ટાંકી અચાનક તૂટી પડતાં સ્થાનિક રહીશો ઘરની બહાર દોડી આવ્યા હતા. અચાનક પાણીની ટાંકી તૂટી પડતાં આસપાસના ફ્લેટને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતુ. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. તેમજ સ્થાનિક રહીશો રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા ઝડપથી કરવા માટે માંગણી કરી છે.
નારણપુરાના શાસ્ત્રીનગર રોડ પર આવેલી મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં 5 નંબરના બ્લોકમાં આવેલી પાણી ટાંકી અચાનક તૂટી પડી પડતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 5 હજાર લીટરની પાણીની ટાંકી અચાનક તૂટી પડતાં ઠેર ઠેર પાણી જ પાણી થઇ ગયું હતું. આ ટાંકીના બીમ અને કોલમના સળિયાઓને કાટ લાગી ગયો હોવાથી પાણીના વજનના લીધે ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.
(12:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
