તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
રાજ્યના 191 તાલુકામાં વરસાદ :બહુચરાજીમાં જળમગ્ન અંડર પાસમાં બસ ફસાઈ: ભરૂચમાં ટોકરી નદીના પ્રવાહમાં ટ્રક પલટ્યો
ભરૂચના વાલિયામાં 6, નેત્રંગમાં 5 ઈંચ, મહેસાણાના જોટાણામાં પોણા 4 ઈંચ વરસાદ ખાબક્યો: કડી તાલુકામાં ઈવેલી વિડજ ગામની તાલુકા પંચાયતમાં વરસાદી પાણી ફરી વળ્યા

અમદાવાદ : રાજયમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી દક્ષિણ અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે આજે રાજ્યના 191 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાના વાલિયામાં સૌથી વધુ 156 મિ.મી (6.14 ઈંચ) વરસાદ વરસ્યો હતો, જ્યારે જિલ્લાના નેત્રંગમાં 127 મિ.મી (5 ઈંચ) વરસાદ નોંધાયો છે.
આ સિવાય સુરતના ઉમરપાડામાં 105 મિ.મી. (4.13 ઈંચ), વલસાડમાં 104 મિ.મી. (4.09 ઈંચ), મહેસાણાના જોટાણામાં 95 મિ.મી (3.74 ઈંચ), કચ્છના રાપરમાં 65 મિ.મી (2.56 ઈંચ), બનાસકાંઠાના ડીસામાં 43 મિ.મી (1.69 ઈંચ), લાખણીમાં 36 મિ.મી (1.42 ઈંચ) તેમજ મોરબીના હળવદ તાલુકામાં 43 મિ.મી (1.69 ઈંચ) વરસાદ પડ્યો છે
સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 19 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ભાવનગરના મહુવામાં 17 મિ.મી., જેસરમાં 15 મિ.મી., કચ્છના મુન્દ્રામાં 13 મિ.મી., દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 11 મિ.મી તેમજ ભાવનગરના તળાજામાં 10 મિ.મી વરસાદ નોંધાયો છે.
આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 34 તાલુકામાં 1 ઈંચથી વધુ, 14 તાલુકામાં 2 ઈંચથી વધુ, 7 તાલુકામાં 3 ઈંચથી વધુ, 4 તાલુકામાં 4 ઈંચથી વધુ અને 2 તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
મહેસાણામાં પડેલા વરસાદના કારણે બહુચરાજી-હારીજ વચ્ચે આવેલો રેલવે અંડરપાસ પાણીથી ભરાઈ ગયો હતો. જેમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ હતી. જો કે તે સમયે સ્કૂલ બસ ખાલી હોવાથી વિદ્યાર્થીઓ બચી ગયા હતા.
મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ઈવેલી વિડજ ગામની તાલુકા પંચાયતમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા
ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પગલે વાલિયા-માંગરોળને જોડતા માર્ગ પર ટોકરી નદીના પાણી ફરી વળ્યા હતા. આ દરમિયાન મેરા ગામ નજીકથી પસાર થતો ટ્રક પાણીના ધસમસતા પ્રવાહમાં ખેંચાઈને પલટી મારી ગયો હતો.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાની લાવેરી નદી બે કાંઠે વહેતી થઈ
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
