<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

નર્મદા જિલ્લામાં મૂશળધાર વરસાદ : સાર્વત્રિક 3.5 ઇંચ વરસાદથી જનજીવન પર અસર

તિલકવાડામાં 7.5 ઇંચ વરસાદથી અશ્વિન નદીમાં પુરની પરિસ્થતિ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદા જિલ્લામાં ગત રોજથી છેલ્લા 24 કલાકથી  ભારે વરસાદ પડી રહ્યો છે, જિલ્લાના પાંચેવ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં જન જીવન પર તેની માંઠી અસર જોવા મળી રહી છે, ત્યારે તિલકવાડા તાલુકામાં તો 7.5 વરસાદ ખાબક્યો જ્યારે જિલ્લામાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ પડ્યો  જેમાં નદી નાળામાં પૂરની પરિસ્તિથી જોવા મળી હતી.ભારે વરસાદ પડતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે.
   નર્મદા જિલ્લામાં વરસાદ ની વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં સૌથી વધુ 7.5 ઇંચ વરસાદ પડ્યો, ડેડીયાપાડા તાલુકામાં 1.5 ઇંચ, નાંદોદ તાલુકામાં 4.56 ઇંચ, સાગબારા તાલુકામાં 6 મી.મી અને ગરૂડેશ્વર તાલુકામાં 4 ઇંચ વરસાદ પડતાં ચારેકોર પાણીજ પાણી જોવા મળી રહ્યું છે, નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલ્લાકમાં સરેરાશ 3.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક ગામો બેટ માં ફેરવાયા છે.
    નર્મદા જિલ્લામાં આવેલ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ 84 ટકા ભરાય ચુક્યો છે, તેમજ ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા નીર ની આવક થતા ફરી એક વાર 15 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે નાંદોદ તાલુકાના 16 ગામ, ગરૂડેશ્વર તાલુકાના 7 તેમજ તિલકવાળા તાલુકાના 5 ગામો કુલ મળીને નર્મદા જિલ્લાના કુલ 28 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે,
     તેવીજ રીતે ભરૂચ અને નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન કરજણ ડેમના પણ 2 ગેટ ખોલી કરજણ નદીમાં પાણી છોડાય રહ્યું છે, જેના કારણે કરજણ નદી તોફાની બની છે, જેના કારણે કરજણ નદીના કાંઠાના હજરપરા, ધાનપોર, ભદામ સહિત 16 ગામો એલર્ટ કરાયા છે

(10:57 PM IST)