તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો 5100 રૂપિયા ભાવ ઉંઝામાં બોલાયો : જાણો રાજ્યની 20 માર્કટિંગ યાર્ડ શું રહ્યો ભાવ ?
ગુજરાતની 20 માર્કેટિંગ યાર્ડમાં કુલ 645.40 ટન જીરાની આવક થઇ

અમદાવાદ : આજે ગુજરાતની 20 માર્કેટિંગ યાર્ડમાં કુલ 645.40 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5100 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4000 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત માંડલ માર્કેટિંગ યાર્ડમાં 4938 રૂ., જામનગરમાં 4850 રૂ., જસદણમાં 4850 રૂ., રાજકોટમાં 4850 રૂપિયા ભાવ બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 645.40 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 519.20 ટન, રાજકોટમાં 62.10 ટન, મોરબીમાં 31.16 ટન, દેવભૂમિ દ્વારકામાં 9.30 ટન, પાટણમાં 8.56 ટન, બોટાદમાં 5.50 ટન, જામનગરમાં 5.40 ટન, અમરેલીમાં 1.80 ટન, અમદાવાદમાં 1.50 ટન, પોરબંદરમાં 0.50 ટન, સુરેન્દ્રનગરમાં 0.21 ટન અને બનાસકાંઠામાં 0.17 ટન જીરાની આવક થઇ છે.

(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
