<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

શું ગોપાલ ઇટાલીયાને રાજીનામું આપ્યા બાદ પણ પ્રમોશન અપાયું?: અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા

ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન

અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશનની એક યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાનું નામ પણ સામેલ હતું. જેને લઇને ગોપાલ ઇટાલીયા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી અને પોલીસ વિભાગ સામે બેદરકારીના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. 

   આ સમાચાર સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થતાં અમદાવાદ પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને જણાવ્યું છેકે, ગોપાલ ઇટાલીયાને રાજીનામું આપ્યા પછી પણ પ્રમોશન અપાયું હોવાની વાત ખોટી અને તથ્યહિન છે.

  આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક યાદીમાં જણાવાયું હતું કે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશનની યાદી ગઈકાલે જ જાહેર કરવામાં આવી હતી જેમાં ગોપાલ ઈટાલીયાનું નામ પણ શામેલ હોવાના કારણે પોલીસ ખાતામાં આશ્ચર્યનો માહોલ સર્જાયો છે.

વર્ષ-2015માં ગોપાલ ઈટાલીયાએ પોલીસ કોન્સ્ટેબલ તરીકે રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024ના પ્રમોશનના લિસ્ટમાં ગોપાલ ઇટાલીયાનું નામ આવતા પોલીસ વિભાગમાં ચાલી રહેલી લાલીયાવાડી સામે આવી છે. જો 2015માં રાજીનામું આપ્યા પછી પણ ગોપાલ ઈટાલીયાનું નામ પોલીસના ચોપડે ચાલુ હોય તો પ્રશ્ન એ છે કે, શું ગોપાલ ઈટાલીયાના નામે કોઈએ આટલા વર્ષો સુધી પગાર લીધો છે કે કેમ? અમદાવાદ પોલીસ સંયુક્ત કમિશનર દ્વારા કોન્સ્ટેબલમાંથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટના ક્રમ નંબર :- 726 ઉપર ગોપાલ ઈટાલીયાનું નામ છે.

 

ગોપાલ ઇટાલીયાએ ટ્વીટર(X) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, વર્ષ-2015માં ગુજરાત પોલીસમાંથી મે રાજીનામું આપ્યું હોવા છતાંય વર્ષ-2024માં કોન્સ્ટેબલથી હેડકોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર-726 પર મારું નામ સામેલ કરીને મને હેડકોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.

અમુક સોશયલ મીડીયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.આ અંગે અમદાવાદ શહેર પોલીસની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે:

પ્રેસ નોટ
અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને ૨૦૧૫માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.
આ અંગે અમદાવાદ શહેર પોલીસની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે

 

અમુક સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલીયાએ સને 2015માં નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને સને 2024માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે. તાંજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવેલ.અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપેલ. જેથી આ બઢતી આપવા માટે કુલ 887 નામો પ્રવર્તતા યાદીના આધારે રૂટીન મુજબ વિગત મંગાવેલ, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો.

બઢતી આપવા માટે આ 887 કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઈ ખાતાકીય તપાસ/ ફોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તા.2/8/2024ના રોજની યાદીથી જણાવવામાં આવેલ. આ નામોમાં તા.11/01/2012 સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલના નામોનો સમાવેશ કરવાનો થતો હોઇ અને ગોપાલ ઇટાલીયા સને 2012માં પોલીસ ખાતામાં હાજર થયેલ હોઇ, તે યાદીમાં તેમનું નામ છે.

પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવેલ નથી. જેથી સ્પષ્ટ રીતે જણાવવાનું કે ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. સોશિયલ મીડિયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું જણાય છે.

(7:15 PM IST)