<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

સુરતમાં આપ ના બે કોર્પોરેટર સામે ૧૦ લાખની લાંચ માંગવા મુદ્દે એસીબી દ્વારા ગુનો

જીતુ ઉર્ફે જીતેન્‍દ્ર પાછાભાઇ કાછડીયા અને વિપુલ સુહાગિયાની ધરપકડ : પોલીસ તપાસનો ધમધમાટ

સુરત, તા. ૩ : સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર સામે ૧૦ લાંખની લાંચ માંગવા બાબતે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોમાં ગુનો દાખલ થયો છે. કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્‍દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ સુહાગીયા સામે એસીબીમાં ગુનો નોંધાયો છે. એસીબીએ હાલ વિપુલ સુહાગીયાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મલ્‍ટી લેવલ પે એન્‍ડ પાર્કના કોન્‍ટ્રકટરે શાકભાજી માર્કેટની જગ્‍યામાં દબાણ કરેલાનું જણાવી કોન્‍ટ્રાકટ રદ કરાવવાની ધમકી આપી ૧૦ લાખની લાંચની માંગણી કરવામાં આવતા આ મામલે એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સુરતના મગોબ ગામની સીમમાં આવેલા મલ્‍ટી લેવલ પે એન્‍ડ પાર્ક આવેલું છે. આ પે એન્‍ડ પાર્કની સુવિધા વાળી જગ્‍યાની બાજુમાં મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટની પણ જગ્‍યા ફાળવવામાં આવી હતી. દરમ્‍યાન પુણાના વોર્ડ નબર ૧૬ અને ૧૭ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્‍દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયાએ આ પે એન્‍ડ પાર્કની સુવિધા વાળી જગ્‍યાની મુલાકાત લીધી હતી તે દરમ્‍યાન કોન્‍ટ્રાકટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્‍યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્‍ટ્રકટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી.

આ અંગે કોન્‍ટ્રાકટર પાસે માફીપત્ર પણ લખાવ્‍યું હતું અને ત્‍યારબાદ આ બંને કોર્પોરેટરએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્‍ટ્રાકટ રદ કરવામાંથી બચવું હોય તો ૧૧ લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્‍ટ્રાકટર સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરી હતી અને રકઝકના અંતે ૧૦ લાખ આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્‍ટ્રાકટર દ્વારા રેકોડીંગ કરી લેવામાં આવ્‍યું હતું. આ વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણા શબ્‍દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોકયુમેન્‍ટ આપવાના છે તેવો શબ્‍દ વાપરતા હતા જે અંગે વાતચીતમાં જ ડોકયુમેન્‍ટ એટલે કે નાણા એવી સ્‍પસ્‍ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.

જેથી એસીબી દ્વારા આ મામલે એફએસએલમાં સીડી મોકલી તપાસ કરાઈ હતી જેમાં નો ટેમ્‍પરીંગનું પ્રમાણપત્ર મળ્‍યું હતું આ અંગે સીડીમાં રેકોર્ડ થયેલા સંવાદો અવલોકને લેતા બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી થયેલાની હક્કિતને સમર્થન મળ્‍યું હતું. જે બાદ ફરીયાદી તથા આરોપીઓનું એસએસએલ ખાતે વોઈસ સ્‍પેક્‍ટ્રોગાફી પરીક્ષણ કરાવવામાં આવ્‍યું હતું. અને આખરે એસીબીએ આ મામલે આમ આદમી પાર્ટીના બંને કોર્પોર્રેટર સામે ગુનો નોંધ્‍યો હતો અને હાલ વિપુલ સુહાગીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ

(4:38 PM IST)