તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
વિકસીત ભારત-ર૦૪૭ના નરેન્દ્રભાઇના સંકલ્પને સાકાર કરશે સહી પોષણ-દેશ રોશનઃ ભુપેન્દ્રભાઇ
ગાંધીનગર ખાતેથી ૭મા રાષ્ટ્રીય પોષણ માહ-ર૦ર૪નો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ

ગાંધીનગરઃ મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે ૭ મા ‘‘રાષ્ટ્રીય પોષણ માહ-ર૦ર૪''નો ગાંધીનગરથી રાષ્ટ્રવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રિય મહિલા-બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણાદેવી અને રાજયના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે મહાત્મા મંદિર માતૃ-બાળશકિતના પોષણ મહાત્મ્યનું કેન્દ્ર બન્યું હતું.
ભુપેન્દ્રભાઇએ જણાવેલ કે, સ્વસ્થ-સક્ષમ-સુપોષિત રાષ્ટ્ર દ્વારા વિકસિત ભારત@ર૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ‘‘સહી પોષણ-દેશ રોશન'' મહત્વનું બનશે. માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવ માટે દેશમાં રાષ્ટ્રીય પોષણ મિશન નવતર અભિગમ બન્યું છે. પોષણ માહ-પોષણ મિશન દેશમાં જનઆંદોલન બની ગયું છે. દૂધ સંજીવની-ટેક હોમ રાશન-પોષણ સુધા અને મુખ્યમંત્રી માતૃશકિત યોજના જેવી સર્વગ્રાહી પોષણ યોજનાઓના સકાત્મક પરિણામો ગુજરાતમાં મળ્યાં છે. વડાપ્રધાનશ્રીએ દેશમાં માતા-બાળકના પોષણ સાથે ધરતી માતાના પર્યાવરણીય પોષણની કાળજી લઇને ‘એક પેડ મા કે નામ' અધિભયાન શરૂ કરાવ્યું છે. ગુજરાતે પ૩ હજાર આંગણવાડીઓમાં ‘એક પેડ મા કે નામ' અન્વયે વૃક્ષારોપણ વૃક્ષઉછેર-જતન-માવજતનો આયામ અપનાવ્યો છે.
જયારે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણાદેવીએ જણાવેલ કે, વિકસિત ભારતના નિર્માણ માટે કુપોષણ મુકત ભારત બનાવવામાં પોષણ અભિયાનની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પોષણ માસની ઉજવણીમાં અગ્રેસર રહેવાની પરંપરા ગુજરાત આ વર્ષે પણ જાળવશે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
