તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કળતાર્થ એસ. દવે અને ટીમે ૮૦ વર્ષના વળદ્ધાનો ભરપૂર પાણીમાંથી જીવ બચાવ્યો : એક ભેંસને પણ નવજીવન

રાજકોટ તા.૩: પોલીસ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ અસામાજિક તત્વોને ભોભીતર કરીને લોકોને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે તેવો અહેસાસ કરાવવા માટે સતત કાર્યરત તો હોય જ છે સાથો સાથ પોલીસ સંકટના સમયે લોકોને ઉપયોગી પણ થાય છે.
આવો જ એક કિસ્સો અમદાવાદ જિલ્લાના વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો છે.વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કળતાર્થ એસ. દવે અને ટીમની તાજેતરમાં થયેલ અતિવળષ્ટિ દરમિયાન સરાહનીય કામગીરી જોવા મળી છે.
તાજેતરમાં વિરમગામ ટાઉન વિસ્તારમાં ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા . આવા સમયે ફૂલવાડી રોડ ઉપર જોગમાયાનગર ખાતે ઉજીની ચાલીમાં વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના વળદ્ધા વરસાદી પાણીમાં ફસાઈ ગયા હતા.જેની જાણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કળતાર્થ એસ. દવે અને ટીમને થતા પળનો પણ વિચાર કર્યા વગર તાબડતોબ આ વળદ્ધાને બચાવવા માટે દોડી ગયા હતા અને પલંગ ઉપર ૮૦ વર્ષના વળદ્ધાને બેસાડીને ભરપૂર વહેતા પાણી વચ્ચેથી સલામત બહાર લઈ જઈને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
વળદ્ધાએ પણ પોલીસને આશીર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત એક ભેંસને પણ પાણીમાંથી સલામત બહાર કાઢીને તેનો જીવ બચાવ્યો હતો. આવી રીતે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઇ. કળતાર્થ એસ. દવે અને ટીમની ઉત્કળષ્ટ કામગીરીની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવામાં આવી છે વરસાદ વચ્ચે પણ જીવના જોખમે કોઈનો જીવ બચાવીને એક ઉમદા કાર્ય કર્યું છે.
(4:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
