<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

અરવલ્લીના વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફલો

ડેમના બે દરવાજા 6 ફૂટ ખોલી નદીમાં પાણી છોડાયું: 35 ગામોને સતર્ક કરાયા

અરવલ્લીના વાત્રક જળાશયમાં પાણીની ભારે આવક થતાં ડેમ ઓવરફલો થયો છે. ડેમમાં 26000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. ડેમની મુખ્ય સપાટી 136 .25 મીટર પહોંચી છે.ડેમના બે દરવાજા 6 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાયું છે. ડેમમાં પાણી છોડાતા આસપાસના 35 ગામોને સતર્ક કરવામાં આવ્યા છે.

(1:41 PM IST)