<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

નર્મદા ડેમના જળસ્તરમાં સતત વધારો :પાણીની આવક વધતા જળસપાટી 134.73 મીટરે પહોંચી :15 દરવાજા 2 મીટર ખોલાયા

દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી મળી નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ .

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 134.73 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક વધતા ડેમના 15 દરવાજા 2 મીટર ખોલવામાં આવ્યા છે.

દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાવર હાઉસ મારફતે 45 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડયુ છે. નદીમાં કુલ 2 લાખ 45 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 17 ઈંચ વરસાદ વરસ્યો છે.

(1:15 PM IST)