તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
સાઉથ ગુજરાતને ધમરોળતા મેઘરાજા... વાલીયા ૧૨ ઇંચ, સોનગઢ ૧૦ ઇંચ, વ્યારા ૯ ઇંચ, માંગરોળ અને વધઇ ૮ ઇંચ : ભરૂચ ૭.૫ ઇંચ વરસાદ
લોકમાતાઓ હિલોળે ચડી, ઉકાઇ ડેમની જળસપાટી ૩૩૬.૨૦ ફૂટે પહોંચી ઉકાઇ ડેમના ૪ દરવાજા ખોલાયા...

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં સાઉથ ગુજરાતમાં તો મેઘરાજાનો રોદ્ર સ્વરૂપનો પરચો જોવા મળી રહ્યો છે. જાણે સાઉથ ગુજરાત ને નિશાન બનાવ્યો હોય તેમ ગણત્રીનાં કલાકોમાં વરસાદ તુટી પડતા ચારે બાજુ પાણી ફરી વળ્યા છે, એક બાજુ લોકમાતા ઓ ગાંડીતૂર થઇ છે, તો ડેમ અને જળાશયો ની જળ સપાટી સતત વધી રહી છે, ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સજ્જ છે પરંતુ મેઘરાજાનાં રોદ્ર સ્વરૂપ સામે લાચાર જણાય છે.
રાજયનાં ૨૭ જિલ્લાના ૧૮૩ તાલુકાઓમાં મેઘા મહેર થઇ છે, વાલીયા ૧૨ ઈંચ, સોનગઢ ૧૦ ઈંચ, વ્યારા ૯ ઈંચ, માંગરોળラ વઘઇ ૮ ઈંચ, અને ભરૂચ ૭.૫ ઈંચ વરસાદ છેલ્લાં ૨૪ કલાક માં નોંધાતા જળ બંબાકાર હાલત સર્જાઈ છે.
સાઉથ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળ સપાટી સતત વધી રહી છે, આજે સવારે ૮ કલાકે ડેમની જળસપાટી ૩૩૬.૨૦ ફૂટે પહોંચી છે, ડેમમાં ૧,૪૭,૧૪૦ ક્યુસેક પાણી નાં ઇન્ફલો સામે ૧,૬૩,૦૬૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો કોઝવેની જળસપાટી ૯ મીટરે પહોચી છે, જયારે ગુજરાતનાં છેવાડાનાં દમણગંગાનાં મધુબન ડેમની જળસપાટી પણ ઉપરવાસ નાં પાણી ની આવક અને ભારે વરસાદને પગલે વધતા હાલમાં જ એટલે કે સવારે ૯.૩૦ કલાકે ડેમના ૪ દરવાજા ૧ મીટર ખોલાયા છે, ડેમ માં ૪૧,૩૧૨ ક્યુસેક પાણી નાં ઈન્ફલો સામે ૨૧,૨૪૮ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જો વરસાદ વધું પડશે તો ડેમનાં વધું દરવાજા ખોલવા પડશે, તેમ ડેમનાં સત્તાધીશો એ જણાવેલ છે, ડેમની જળસપાટી ૭૬.૯૫ મીટર છે.
ફલડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો.. વાલીયા ૨૯૭ મિમી, સોનગઢ ૨૫૪ મીમી, વ્યારા ૨૨૮ મિમી, માંગરોળ ૧૯૭ મિમી, વઘઇ ૧૯૫ મિમી, ભરૂચ ૧૮૫ મીમી, તિલકવાડા ૧૭૭ મિમી, ઉચ્છલ ૧૭૬ મિમી, ડોલવણ ૧૭૧ મિમી, નડિયાદ ૧૭૦ મિમી, વાંસદા ૧૬૬ મિમી, અને સુબીર ૧૬૫ મિમી વરસાદ નોંધાયેલ છે.
જયારે લુણાવાડા ૧૩૯ મિમી, કપડવંજ ૧૨૬ મિમી, મોરવા હડફ ૧૨૨ મિમી, કરજણ ૧૨૧ મિમી, પ્રાંતિજ ૧૧૬ મિમી, નાંદોદ ૧૧૪ મિમી, આહવા ૧૧૩ મિમી, કઠલાલ ૧૧૩ મિમી, વાલોળ ૧૧૧ મિમી, વીરપુર ૧૧૦ મિમી, હિંમતનગર ૧૦૮ મિમી, મહેસાણા અને બાયડ ૧૦૭ મિમી, તો ગોધરા ૧૦૧ મિમી વરસાદ નોંધાયેલ છે.જયારે રાજયનાં ૧૫૭ તાલુકાઓમાં ૧ થી ૧૦૦ મિમી સુધીનો વરસાદ નોંધાયો છે.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
