<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

રીઢા અપરાધીઓથી જેલ ભરો અભિયાન...૪૦૦નાં આંકને વટાઉ વટાઉ થઈ રહ્યું છે

સુરત ઇતિહાસ સર્જવા તરફ આગળ વધી રહ્યું છે, પોલીસ કમિશનરની અનોખી ઝુંબેશ અંગેની અકિલા સમક્ષ રસપ્રદ કથા PCB પીઆઇ આર.એસ. સુવેરા વર્ણવે છે વિવિધ વિસ્‍તારોમાં રોજ પહોંચી, લોકોની રજૂઆત આધારે વધુ ૧૨ને પાસામાં ધકેલી દેતા અનુપમસિંહ ગેહલોત

રાજકોટ, તા.,૩:  ડ્રગ્‍સના દુષણો સામે પ્રજાના તમામ વર્ગોને સાથે રાખી અને જબરજસ્‍ત પરિણામ હાંસલ કરનાર અનુપમસિંહ ગેહલોત દ્વારા લોકોની રજૂઆત તેમના વિસ્‍તારના પોલીસ મથકે પહોંચી સાંભળતા હોવાથી, લોકો દ્વારા તેમને પીડતા તત્‍વો વિરૂદ્ધ હિંમતભેર રજૂઆત થવાના પગલે , આવા તત્‍વોની પીસીબી મારફત વિવિધ પોલીસ મથકમાંથી હિસ્‍ટ્રી સામેથી મેળવી તેમને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત તુરંત કરવા આપેલ સૂચના અંતર્ગત આ સિલસિલો હવે નવા રેકોર્ડ તોડી રહ્યો છે તેમ pcb પીઆઇ આર.એસ. સુવેરા કે જેમની આખી ટીમ આ મામલે પોલીસ કમિશનરની પ્રજાલક્ષી નીતિના અમલવારીમાં રાત દિવસ સહયોગ કરી રહી છે તેમણે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું હતું.

અત્રે એ યાદ રહે કે સીપી અનુપમસિંહ ગેહલોત ટીમની આ ઝુંબેશમાં ડીસીબી/એસઓજી પણ ભરપૂર સહયોગ પોતાની રીતે આપી રહી છે, પીસીબી દરખાસ્‍ત અંતર્ગત આ આંક ૪૦૦ સુધી પહોંચી ગયાનું સૂત્રો જણાવે છે.  પીસીબી  દરખાસ્‍ત અંતર્ગત વધુ ૧ ડઝન લોકો સામે પાસાની આ કાર્યવાહી થયેલ છે, અને આંક હજુ વધવાનો છે, અને પ્રજાને પીડનાર તત્‍વો વિરૂદ્ધ આ અસામાજિક તત્‍વોથી જેલ ભરો આંદોલન જેવું હોવાનું પીસીબી પીઆઇ આર એસ. સુવેરા દ્વારા હસતા હસતા જણાવેલ.

પાસામાં જેમને મોકલાયા છે, તેમના નામો આ મુજબ છે, ઈશારખાન, અભય, નિકી ઉર્ફ જીનકા,હાર્દિક, કિશન, આશપાક, પન્નુ, વિકાસ, ગબ્‍બર ર્ભાઈ, રાહુલ,હિતેષ અને વિક્રમ કુમારનો સમાવેશ છે

(11:31 AM IST)