<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

મહીસાગરના રણજીતપુરાનું તળાવ ક્ષતિગ્રસ્ત: તળાવનો પાળો તૂટવાની ભીતિ :તંત્ર સતર્ક બન્યુ

તળાવ તૂટે તો બાયડના ગામોને અસર થવાની સંભાવના:રામસીકમ્પા, પીપોદ્રા, આંબગામ,દખનેશ્વર ગામને એલર્ટ કરાયા:ખરોડ અને બાયડ શહેરને પણ સતર્ક રહેવા અપીલ

મહીસાગરના રણજીતપુરાનું તળાવ ક્ષતિગ્રસ્ત થયુ છે. તળાવનો પાળો તૂટવાની દહેશત છે, તંત્ર સતર્ક બન્યુ છે. તળાવ તૂટે તો બાયડના ગામોને અસર થવાની સંભાવના છે. રામસીકમ્પા, પીપોદ્રા, આંબગામ,દખનેશ્વર ગામને એલર્ટ કરાયા છે. ખરોડ અને બાયડ શહેરને પણ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

(11:09 AM IST)