<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

અમદાવાદના જીવરાજપાર્ક ફ્લેટની સીડી ધરાસાયી થતા રહીશો ફસાયા

ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી: રેસ્ક્યું ઓપરેશન શરૂ : ફાયર વિભાગે 25 રહીશોને રેસ્કયું કર્યા

 

અમદાવાદના જીવરાજ પાર્ક, HP પેટ્રોલ પંપની બાજુમા આવેલા મધુરમ ફ્લેટની સીડીઓ ધરાશાયી થતા ફલેટના રહીશો ફસાયા હતા.  4 માળના રહીશો ફસાયા હોવાના અહેવાલ છે. પ્રાથમિક વિગતો અનુસાર ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યું ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર વિભાગે 25 રહીશોને રેસ્કયું કર્યા હોવાના અહેવાલ છે.

(11:05 AM IST)