<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

ભરૂચ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ :વાલિયામાં 12 ઇંચ વરસાદ ખાબકતા જળબંબોળ

વહેલી સવારથી વાલિયા અને નેત્રંગમાં વધુ 3 ઇંચ વરસાદ

રાજ્યમાં વરસાદે ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં હળવાથી લઇને અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના વાલીયામાં 297મીમી પડ્યો છે.  આજે વહેલી સવારથી પણ મેઘમહેર યથાવત છે. જુઓ ક્યાં વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે.

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી મેઘો મન મૂકીને વરસી રહ્યો છે. જેમાં નેત્રંગમાં 72મીમી, વાલીયામાં 70મીમી, વાગરામાં 9મીમી, જગડિયામાં 8મીમી, ભરુચમાં 7મીમી, હાંસોતમાં 6મીમી, અંકલેશ્વરમાં 5મીમી, જાંબુસરમાં 3મીમી અને આમોદમાં 2મીમી વરસાદ નોંધાયો છે.


જિલ્લામાં ગઈકાલે હળવાથી લઇને અતિભારે વરસાદ ખાબક્યો હતો. વાલીયામાં 297મીમી, ભરુચમાં 185મીમી, નેત્રાંગમાં 94મીમી, વાગરામાં 89મીમી, જગડીયામાં 40મીમી, હાંસોતમાં 33મીમી, અંકલેશ્વરમાં 65મીમી, આમોદમાં 14મીમી અને જાંબુસરમાં 12મીમી વરસાદ નોંધાયો છે.

(11:00 AM IST)