તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
જન્મદિનની મનગમતી મુશળધાર શુભેચ્છાથી ભીંજાતા અરવિંદ તાળા
રાજકોટ જિલ્લા બેંકના ડીરેકટરના પ૬ના દ્વારે ટકોરા

રાજકોટઃ જિલ્લા સહકારી બેંકના ડીરેકટર તથા સિધ્ધ અને પ્રસિધ્ધ સહકારી અગ્રણી શ્રી અરવિંદ તાળા આજે મૂશળધાર વરસાદ વચ્ચે જન્મદિનની શુભેચ્છાથી ભીંજાઇ રહ્યા છે. તેમનું વ્યકિતત્વ દીવડા જેવું છે. જયાં મૂકવામાં આવે ત્યાં અંજવાળું પાથરે છે.
શ્રી અરવિંદ તાળા આજે યશસ્વી જીવનના પ૬માં વર્ષના દ્વારે પહોંચ્યા છે મૂળ જામ-કંડોરણા તાલુકાના રાજપરા ગામના વતની શ્રી અરવિંદભાઇ તાળાનો જન્મ તા. ૦૩-૦૯-૧૯૬૯માં દિવસે થયો હતો હાલ રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ૧૦ વર્ષથી ડીરેકટર છે રાજકોટ જિલ્લા સહકારી ફેડરેશનના ચેરમેન છે તેમજ રાજકોટ જિલ્લા સંઘના ડિરેકટર છે અવધ કન્સ્ટ્રકશન- "AA" કલાસ ગવર્નમેન્ટ કોન્ટ્રાકટર તેમની વ્યવસાયીક યશકલગીનું છોગુ છે અને સમાજ સંસ્થા શ્રી લેઉઆ પટ઼ેલ બોર્ડિંગ-રાજકોટના ઉપ-પ્રમુખ, સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ ટ્રસ્ટ નાથદ્વારા-દ્વારકા-મથુરાના ટ્રસ્ટી, સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનના ટ્રસ્ટી તેમજ સોમનાથ લેઉઆ પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી જામ-કંડોરણા લેઉઆ પટેલ કન્યા છાત્રાલય- રાજકોટના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે મો. ૯૮ર૪૦ પ૮પપ૪ રાજકોટ.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
