Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

II ઓમ હ્રીં એં હ્રીં સરસ્વત્યૈ નમઃ II

વસંતે વગડો ભલો, પણ આપણે રગડામાં રગદોડાઇ રહ્યા છીએ : 'નેટ'માં ફૂલ દેખાય, પણ સુગંધ માટે બાગમાં જવું પડે..

મધ્ય પ્રદેશનું જે થવું હોય એ થાય, ગુજરાત રાજકીય હાશકારા તરફ જતું હોય તેમ લાગે છે. આનંદીબેન પટેલની વરણી એમ.પી.ના રાજયપાલ તરીકે થઇ છે... મુખ્યમંત્રી વિજયભાઇએ પ્રતિક્રિયા આપી કે, 'આનંદીબેન મધ્ય પ્રદેશ ને નવી ઉંચાઇ પર લઇ જશે !' યાદ કરો, ગુજરાત નવી ઉંચાઇ પર હતું, મોદીજી દિલ્હી ગયા, આનંદીબેન 'સીટ' પર બિરાજ્યા ભાજપ નવી ઉંચાઇને બદલે જૂની નીચાઇ પર આવી ગયો... એટલે જ પહેલું વાકય એ ખ્યું છે કે, મધ્ય પ્રદેશનું જે થવું હોય એ થાય, ગુજરાત...

ખરો રોમાંચ તો દિલ્હીમાં જામ્યો છે. કેજરીવાલના ર૦ ધારાસભ્યો સાગમટે આમજન બની ગયા છે. લાભના પદ પર ગોઠવાઇને સ્માર્ટ બનવા ગયા, પરંતુ ધારાસભ્યપદ ગુમાવી દીધું છે. ચૂંટણી પંચના નિર્ણયને કેજરી ટોળકીએ કોર્ટમાં પડકાર્યો, કોર્ટે ટોળકીને ફટકાર લગાવી, ચૂંટણી પંચની ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂર કર્યો... પણ કેજરી ટોળકીએ રાષ્ટ્રપતિ પર આક્ષેપો કરી દીધા. આ ટોળીને પોતાના સિવાય કોઇ શુદ્ધ દેખાતું નથી.

ગુજરાત ભાજપ પોતાના કર્યા ભોગવે છે, કેજરીવા પણ કર્યા ભોગવશે.. મધ્ય પ્રદેશે ભે કંઇ કર્યું ન હોય, પરંતુ તે પણ હવે ભોગવશે. આજે આવી મગજમારી કરવાનો દિવસ નથી. આજનો દિવસ દિવ્ય છે, જ્ઞાનના દીવડા પ્રગટાવીને વસંતને વધાવવાનો અવસર છે...

આજે વસંત પંચમી છે. જ્ઞાનના દેવી માં સરસ્વતીજીને વંદના કરવાનું રૂપાળુ પર્વ છે. માં સરસ્વતી એટે જ્ઞાન-કલાના દેવી. સફેદ વસ્ત્રોમાં સજ્જ-વીણાધારી સરસ્વતી દેવી શાંતિ-પ્રસન્નતા-સમૃદ્ધિના પ્રતીક છે. વસંત પંચમી દિવ્ય જ્ઞાન અને પ્રકૃતિની પ્રસન્નતાની પામવાની મોસમ લઇને આવે છે.

માહિતી એ જ્ઞાન નથી, બેડો પાર કરે તેને જ્ઞાન કહેવાય. વર્તમાન સમયમાં માહિતીધારકને જ્ઞાની માની લેવામાં આવે છે. તત્વબોધને જ્ઞાન કહી શકાય, જે પરમ સુધી લઇ જાય છે. માહિતી જ જ્ઞાન હોત તો ગૂગલને ભગવાનનો દરજ્જો મળી જાત. માહિતી હોવી એ સારી બાબત છે, પરંતુ માહિતી ગમે તેટી મારી હોય તે જ્ઞાન નથી જ. 'નેટ'ના માધ્યમથી મોબાઇલ ફોનમાં ગુાબના ફૂલના દર્શન થઇ શકે, પણ સુગંધ માટે બાગમાં જવું પડે. વસંત એ પ્રકૃતિનો ઉત્સવ છે. પ્રકૃતિ સોળેકળાએ ખીે છે. શિયાળાનો અંત અને ઉનાળાના પ્રારંભ વચ્ચેનો આ સમય ગવડામાં મહાલવાનો છે, પણ આપણે રાજકીય રગડામાં એટલા રગદોડાઇ ગયા છીએ કે વગડા યાદ આવતા નથી.

સમય કઠીન નથી બન્યો, સમજ વગરની દોટના કારણે માનવ જીવન મુશ્કે બની રહ્યું છે. માત્ર માહિતીથી જીવન પરમસુખ તરફ જઇ શકતું નથી. આ માટે જ્ઞાન જરૂરી છે. આપણે શુદ્ધ જ્ઞાન તરફ વળીએ તેવી પ્રાર્થના સરસ્વતી દેવીને કરીએ.

વસંત તો દેશી વેલેન્ટાઇન છે. એમની સંસ્કૃતિમાં પ્રેમનો 'ડે' આવે, આપણી સંસ્કૃતિમાં તો પ્રેમની આખી ઋતુ આવે છે. હેપ્પી વસંતના મેસેજ કરવાથી વસંત હેપ્પી નથી બનતી. સ્મરણ કરો તેની સુગંધ વછૂટે તેવી શકિત વસંતમાં છે, મન મૂકીને માણો જુઓ.

(10:32 pm IST)