Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2024

બંને ઘટના રાક્ષસી ગણાય

પાકિસ્‍તાનમાં પરિવારને મોભીએ કુહાડીથી વાઢી નાખ્‍યોઃ સુરતમાં જાહેરમાં તલવારથી ગળું ઉડાવ્‍યું: ગુજરાતનો વિકાસ રાક્ષસી બની રહ્યો છે....

ગુજરાતનાં ઘણાં મીડિયામાં પાકિસ્‍તાનની કૃર અને કરુણ ઘટના હેડલાઇનમાં પ્રકાશિત-પ્રસારિત થઇ છે. ભુખમરાના કારણે પાકિસ્‍તાનમાં એક પરિવારના મોભીએ પત્‍ની અને સાત બાળકોની કુહાડીથી કતલ કરી નંખાઇ હતી. આ ઘટનાને મીડિયાએ રાક્ષસી ગણાવી છે.

વિહંગાવલોકન કરો તો ઘટના રાક્ષસી જ છે, પણ રાક્ષસીપણુ લાચારી અને ગરીબીમાંથી પ્રગટ્‍યું છે. લાચારથી માણસ જાનવર જેવો બન્‍યો હતો.

આદર્શ બાબત એ છે કે, પડોશીની ચિંતા કરવાને બદલે ઘરમાં ચાલતા ડખ્‍ખાને શાંત કરવાને પ્રાથમિકતા આપવી જોઇએ. મીડિયા પાકિસ્‍તાનની ગરીબી, કૃરતા, ભુખમરાની ચિંતા કરે છે, પણ ગુજરાતની કૃર દિશા અંગે મૌન રહી છે.

પાકિસ્‍તાનમાં રાક્ષસી ઘટના બની એ જ દિવસે ગુજરાતમાં પણ અતિ કૃર ઘટના બની હતી, જેની નોંધ દરેક મીડિયાએ લીધી નથી. ગુજરાતના આર્થિક શહેર સુરતમાં જાહેરમાં તલવારથી એક યુવકનો હાથ શરીરથી છૂટો કરી દીધા બાદ એ યુવાનને દોડવા ફરજ પડાઇ હતી અને કપાયેલા હાથે જીવ બચાવવા દોડી રહેલા યુવકનું ગળું તલવારથી ઉડાવી દેવાયું હતું.

આ ઘટનાના ઊંડાણમાં જાવ તો પરપ્રાંતીય પરિવારના વેરઝેરમાં કાકાએ ભત્રીજાની કૃર હત્‍યા કરી હતી. પાકિસ્‍તાનની અને સુરતની ઘટનાઓની તુલના કરો તો પાકિસ્‍તાનની ઘટના ભૂખમરાની લાચારીમાંથી ઉઠી હતી, ગુજરાતની ઘટના વેર વાળવાની બહાદુરીમાંથી સર્જાઇ છે. આ દૃષ્‍ટિએ ગુજરાતની ઘટના વધારે ગંભીર છે.

ગુજરાતની સ્‍થિતિ અને દશા અતિ ગંભીર બની રહી છે. માત્ર સુરતમાં જ નહિ, સમગ્ર ગુજરાતમાં કૃર-રાક્ષસી ઘટનાઓ વધી રહી છે. આ અંગે રાજયવ્‍યાપી કૃરતા અંગે રિસર્ચ કરવામાં આવે તો પરપ્રાંતીઓ બેફામ બની રહ્યાનું તારણ આવી શકે છે. ગુજરાતના ખૂણે-ખૂણે કૃરતાનો વિકાસ થઇ રહ્યો છે.

ર્ય એ છે કે, આ અંગે ગુજરાતમાં ચર્ચા પણ થતી નથી. મહાજોખમ સામે સામાન્‍ય ગુજરાતીઓ લાચાર બન્‍યા છે. ચૂંટણીમાં હિન્‍દુત્‍વની વાતો કરીને મત પડાવાઇ રહ્યા છે, પરંતુ રાજયમાં સરેરાશ હિન્‍દુઓની દશાનો અભ્‍યાસ કરો તો ખ્‍યાલ આવે કે એક દાયકાથી રાજયમાં ગોઠવાઇ ગયેલી નબળી નેતાગીરીથી રાજયને અનહદ નુકસાન થઇ રહ્યું છે. પાકિસ્‍તાન જેવી રાક્ષસી ઘટનાઓ ગુજરાતમાં સહજ બની છે. શાસક તો નિષ્‍ફળ છે જ, પણ આ બાબતે વિપક્ષને પણ રસ નથી, એ મહાઆર્ય છે.

પરપ્રાંતીય અધિકારીઓ અને પરપ્રાંતીય-વિધર્મી ગુન્‍હાખોરીના ભરડામાં ગુજરાત આવી ગયું છે. ગુજરાતી અવાજ નહિ ઉઠાવે તો....

(10:25 am IST)