Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

૫૦૦ ટી-૨૦ મેચ રમનાર દુનિયાનો ચોથો ઓલરાઉન્‍ડર બન્‍યો સુનીલ નારાયણ

૫૩૬ વિકેટો ઝડપી

નવી દિલ્‍હીઃ ૩૫ વર્ષના સુનીલ નારાયણે કોલકતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેન્‍ગલુરુ વચ્‍ચેની મેચ માટે એમ.ચિન્નાસ્‍વામી મેદાનમાં ઉતરતાની સાથે ઇતિહાસ રચ્‍યો છે. તે કરીયરમાં ૫૦૦ મી ટી-૨૦ મેચ રમનાર દુનિયાનો બીજો સ્‍પિનર બન્‍યો છે. ઓવરઓલ તે ૫૦૦ ટી-૨૦ મેચ રમનાર ચોથો અને વેસ્‍ટ ઇન્‍ડીઝનો ત્રીજો ખેલાડી બન્‍યો છે. ૪૯૯ ટી-૨૦ મેચમાં તેણે ૫૩૬ વિકેટ લીધી છે.

(11:45 am IST)