Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

કિંગ કોહલીની ટીમ વિરુધ્‍ધ ગૌતમનું ગંભીર નિવેદન

મારા સપનામાં પણ આ ટીમને જીતતા જોવા માંગતો નથી

નવી દિલ્‍હી : ગઇકાલની કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્‍જર્સ બેંગલુરૂ વચ્‍ચેની મેચ પહેલાં સોશ્‍યલ મીડિયા પર આ બન્ને ટીમના દિગ્‍ગજો વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના પ્રેકિટસ સેશન દરમ્‍યાનનો એક ફોટો વાઇરલ થયો હતો.

કેકેઆરના મેન્‍ટર ગૌતમ ગંભીરે સ્‍ટાર સ્‍પોર્ટસના એક પ્રોગ્રામમાં નિવેદન આપ્‍યું હતું કે એક એવી ટીમ જેને હું દરેક વખતે હરાવવા માગું છું, મારા સપનામાં પણ એને જીતતી જોવા નથી માગતો, એ ટીમ આરસીબી છે. આ ટીમ કંઇ જ જીતી શકી નથી, પરંતુ એમ છતાં તેઓ માને છે કે, તેમણે બધુ જીતી લીધું છે.

આ નિવેદન પરથી લાગી રહ્યું છે કે ઇન્‍ડીયન પ્રીમીયર લીગમાં શરૂ થયેલી દિલ્‍હી બોયસની આ રાઇવરલીનો એન્‍ડ કયારેય નહીં આપે.

(11:43 am IST)