Gujarati News

Gujarati News

News of Thursday, 30th March 2023

ગાવસ્‍કર, સહેવાગ, પઠાણ બંધુ, માંજરેકર, હરભજન, કૈફ સહિતના દિગ્‍ગજો કોમેન્‍ટ્રી આપશે

નવી દિલ્‍હીઃ આઇપીએલમાં તમામ કોમેન્‍ટેટર્સની યાદી પણ સામે આવી છે.  આ વખતે પૂર્વ ભારતીય વિસ્‍ફોટક બેટ્‍સમેન યુસુફ પઠાણ ડેબ્‍યૂ કરી રહ્યો છે.  આ સિવાય એસ.  એસ શ્રીસંત અને મુરલી વિજય સહિત ઘણા દિગ્‍ગજ ક્રિકેટરો આ વખતે કોમેન્‍ટ્રી બોક્‍સમાં જોવા મળવાના છે.  હિન્‍દી કોમેન્‍ટેટર્સની યાદી પર એક નજર કરીએ તો એસ.  શ્રીસંત, મુરલી વિજય, સુનીલ ગાવસ્‍કર, વીરેન્‍દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, મોહમ્‍મદ કૈફ, મિતાલી રાજ, દીપદાસ ગુપ્તા, હરભજન સિંહ અને સંજય માંજરેકર જોવા મળશે.  ઘણા દિગ્‍ગજ કોમેન્‍ટેટરો યુસુફ, ઈરફાન, મુરલી, શ્રીસંત, હરભજન, સેહવાગ અને કૈફ પણ આઈપીએલ રમી ચુક્‍યા છે, જેઓ આઈપીએલ રમવાનો અનુભવ કોમેન્‍ટ બોક્‍સમાં ફેન્‍સ વચ્‍ચે શેર કરશે

(3:24 pm IST)