Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

આઈપીએલની 11 સીઝન સુધી એક જ ટીમમાં રમાનાર પહેલો બેટ્સમેન બન્યો વિરાટ કોહલી

નવી દિલ્હી:પોતાની ટીમને વધુ મજબુત અને સારી બનાવવા માટે આઇપીએલ હરાજીમાં ફ્રેન્ચાઇજીમાં ખેલાડીઓ પર દિલ ખોલીને પૈસાનો વરસાદ વરસાવ્યો. સિઝનમાં એક તરફ જ્યાં રોહિત શર્મા અને રોબિન ઉથપ્પા જેવા ખેલાડીઓ પોતાની ટીમોના પસંદગીમાં મોખરે રહ્યા. ત્યારે આઇપીએલની વર્તમાન સિઝનમાં ગૌતમ ગંભીર અને દિગ્ગજ ખેલાડીઓની ઘર વાપસી થઇ છે. જોકે આઇપીએની વર્તમાન સિઝનમાં કેટલાક શાનદાર આકંડાઓ સામે આવ્યા છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી આરસીબી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા નજરે પડી રહ્યા છે. આરસીબીએ તેમને હરાજી પહેલા રિટેન કરી લીધો હતો. 
મહત્વપૂર્ણ વાત છે કે વિરાટ એક ટીમ સાથે ૧૧ વર્ષથી રમનાર એકમાત્ર ખેલાડી છે. કોહલી વર્ષ ૨૦૦૮માં થયેલી પહેલી સિઝનથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાયેલ છે. આરસીબીએ વર્ષની હરાજીથી પહેલા થયેલા રિટેન્શન પ્રક્રિયામાં વિરાટ કોહલીને ૧૭ કરોડ રૃપિયામાં રિટેન કરી લીધો હતો. જોકે વિરાટ માટે દુખદ વાત છે કે તે ક્યારેય તેની ટીમને ફાઇનલમાં જીત અપાવી શક્યો નથી. પરંતુ આઇપીએલમાં કોહલીના રન રેટ પર નજર નાંખીએ તો તેણે ૧૦૦થી વધારે સ્ટ્રાઇક રેટ સાથે રન બનાવ્યા છે. વિરાટનું આઇપીએલમાં ૧૨૯.૮૨ની સરેરાશ સ્ટ્રાઇક રેટ છે. તેમાં કોઇ શંકા નથી કે ગત ૧૧ વર્ષોમાં આરસીબીનો સાથ છોડનાર વિરાટે હંમેશાથી ટીમ માટે સારુ પ્રદર્શન કર્યું છે. આરસીબી માટે ૧૪૯ મેચ રમતા વિરાટે કુલ ૪૪૧૮ રન બનાવ્યા છે. જેમા એક સિઝનમાં બનાવવામાં આવેલી સદી પણ સામેલ છે. વિરાટે સદી ૨૦૧૬ના આઇપીએલવમાં બનાવ્યા હતા.

(4:51 pm IST)