Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ઘોડસવારીના વોડાફોન સિરમુર કપ 2018નો શુભારંભ

નવી દિલ્હી: ભારતના પ્રમુખ દુરસંચાર સેવા કંપની વોડાફોન ઇન્ડિયાએ આજે જાણીતા પોલો ટુર્નામેન્ટ વોડાફોન સિરમુર કપ 2018ની શરૂઆત કરી છે. 14 ગોલના વાર્ષિક ટુર્નામેન્ટનું આયોજન વોડાફોન ઇન્ડિયા દ્વારા રાજસ્થાન પોલો ક્લબના સહયોગથી થયું છે. પોલો રસિકોને આકર્ષિત કરતા વોડાફોન સિરમુર કપ 2018નું સમાપન 4 ફેબ્રુઆરીએ થશે. વોડાફોન સિરમુર કપ 2018ની ટ્રોફીનું અનાવરણ વોડાફોન ઇન્ડિયામાં રાજસ્થાનના બિઝનેસ હેડ અમિત બેદી દ્વારા કરવામાં આવ્યું હતું. અવસર પર રાજસ્થાન પોલો કલ્બનાના ઉપાધ્યક્ષ , મહારાજ જય સિંહ, રાજસ્થાન પોલો ક્લબના સચિવ દિગ્વિજય સિંહ અને અન્ય દિગ્ગ્જ મહાનુભાવો હાજર હતા.

(4:47 pm IST)