Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સુનીલ છેત્રીનું ફિફાએ કર્યું સન્‍માન

કેપ્‍ટન ફેન્‍ટેસ્‍ટીક નામની સિરીઝ બહાર પાડી

નવી દિલ્‍હીઃ ભારતીય ફુટબોલ ટીમના કેપ્‍ટન સુનીલ છેત્રી માટે ફિફાએ કેપ્‍ટન ફેન્‍ટેસ્‍ટિક નામની સિરીઝ બહાર પાડી છે જે ભારતીય ફુટબોલ ફેડરેશન અને પ્રત્‍યેક ભારતીય માટે ગૌરવની વાત છે.

ફિફાએ કહ્યું કે તમે રોનાલ્‍ડો અને મેસી વિશે તો જાણો જ છો, હવે સુનીલ છેત્રી વિશે જાણો જેણે ત્રીજા ક્રમાંક (૮૪)ના સૌથી વધુ ઈન્‍ટરનેશનલ ગોલ કર્યા છે. રોનાલ્‍ડોએ ૧૧૭ અને મેસીએ ૯૦ ગોલ કર્યા છે. સુનીલ છેત્રી ભારત તરફથી ૨૦૦૫માં પહેલી વખત રમ્‍યો હતો અને ત્‍યારબાદ તે કુલ ૧૩૧ મેચ રમ્‍યો છે, જેમાં ગયા મંગળવારની વિયેટનામ સામેની મેચનો પણ સમાવેશ છે.

(3:57 pm IST)