Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કોલકતાની આગેવાની નીતિશ રાણાના હાથમાં: IPLની તમામ ટીમોના કેપ્‍ટન જાહેર

નવી દિલ્‍હીઃ ૩૧મી માર્ચથી આઇપીએલ   શરૂ થઈ રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્‍સ સહિત તમામ ટીમોએ પોતાના કેપ્‍ટનની જાહેરાત કરી દીધી છે. રોહિત શર્મા અને મહેન્‍દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પોતપોતાની ટીમના કેપ્‍ટન તરીકે ચાલુ રહેશે. આ વખતે ઘણી ટીમોના કેપ્‍ટન બદલાતા જોવા મળશે. મુંબઈ ઈન્‍ડિયન્‍સની કપ્તાની રોહિત શર્મા, જયારે મહેન્‍દ્ર સિંહ ધોની ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્‍સનું નેતૃત્‍વ કરતો જોવા મળશે.

હાર્દિક પંડ્‍યા ગુજરાત ટાઇટન્‍સનો કેપ્‍ટન,  ફાફ ડુ પ્‍લેસિસ રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર, રાજસ્‍થાન રોયલ્‍સનું નેતૃત્‍વ વિકેટ કીપર બેટ્‍સમેન સંજુ સેમસન કરશે. લખનૌ સુપર જાયન્‍ટ્‍સની કમાન કેએલ રાહુલના હાથમાં રહેશે.

કોલકાતા નાઈટ રાઈડર્સે  નીતિશ રાણાને કેપ્‍ટન તરીકે નિયુક્‍ત કર્યા છે. વાસ્‍તવમાં શ્રેયસ અય્‍યર ઘાયલ છે. આ કારણે તે  આ વખતે  રમી શકશે નહીં. પંજાબ કિંગ્‍સની કમાન શિખર ધવનના હાથમાં રહેશે. જયારે સનરાઇઝર્સ હૈદરાબાદે એડન માર્કરામને ટીમનો કેપ્‍ટન બનાવ્‍યો છે. આ માટે ડેવિડ વોર્નર દિલ્‍હી કેપિટલ્‍સના કેપ્‍ટનના રોલમાં જોવા મળશે.

(3:53 pm IST)