Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ટીમ ઇન્‍ડિયામાં ‘‘ઇગો''ની સમસ્‍યા

જોકે એ સામાન્‍ય બાબત છે, મારી જગ્‍યાએ ડિઝર્વિગ પ્‍લેયરઃ ધવન

નવી દિલ્‍હીઃ શિખર ધવને કહ્યું કે ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓમાં ઈગોની સમસ્‍યા છે. જયારે આપણે ઘણા સમય સુધી સાથે રહીએ છીએ તો ઈગો હોવો સામાન્‍ય વાત છે. ધવન હાલ ભારતીય ટીમમાંથી બહાર ચાલી રહ્યા છે. ટેસ્‍ટ અને ટી૨૦માં પોતાની જગ્‍યા ખોઈ ચુકેલા ગબ્‍બર પર વનડે ટીમમાંથી સંપૂર્ણ રીતે બહાર થવાનો ખતરો છે. બાંગ્‍લાદેશના વિરૂદ્ધ વન ડે સીરિઝ બાદથી તેમને વન ડે ટીમમાં શામેલ કરવામાં આવ્‍યો નથી. વર્લ્‍ડકપમાં પણ તેની પસંદગી થવી મુશ્‍કેલ છે.

શિખરના જણાવ્‍યા અનુસાર, ઈગો હોવો એક ખૂબ જ માનવીય અને સામાન્‍ય વાત છે. અમે લગભગ ૨૨૦ દિવસ સાથે રહ્યા છીએ. ઘણી વખત લોકોની વચ્‍ચે ગેરસમજ થઈ જાય છે. એવું ખેલાડિયો સાથે પણ થાય છે. હું રોહિત શર્મા અથવા વિરાટ કોહલીની વાત નથી કરી રહ્યો. ૅજયારે લોકો એક બીજાની સાથે આટલો સમય પસાર કરે છે આવી વસ્‍તુઓ થવી નોર્મલ છે.ૅ

ધવને કહ્યું, ‘અમારી ૪૦ લોકોની ટીમ છે જેમાં સપોર્ટ સ્‍ટાફ અને મેનેજર પણ શામેલ છે. જયારે તમે કોઈનાથી ખુશ નથી થતા તો અમુક ઝગડા અને ગેરસમજ થઈ શકે છે. એવું થાય છે. જયારે વસ્‍તુઓ સારી હોય છે તો પ્રેમ પણ વધે છે.'

તેણે કહ્યું,‘શુભમન ગિલ તેમનાથી વધારે ડિઝર્વિંગ પ્‍લેયર છે.મારૂ માનવું છે જે રીતે શુભમન ગિલ રમે છે. જે પ્રકારે તેણે ટેસ્‍ટ અને ટી૨૦માં સારૂ પ્રદર્શન કર્યું છે અને હું ન હતો. જો હું પસંદગી કરત તો શુભમનને તક આપત. હું શુભમનને શિખર પહેલા ટીમમાં સિલેક્‍ટ કરૂ.'

(1:14 pm IST)