Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

સ્‍કવોશ ખેલાડીઓ સૌરવ ઘોસાલ, જોશના ચિનપ્‍પા, દિપિકા પલ્લીકલ, જોશના અને ત્રિવેદી મેડલ લાવશે?

આ વખતે માત્ર ૧૪ વર્ષના અન્‍હતસિંહના શ્રેષ્‍ઠ પ્રદર્શનની આશા

બર્મિગહામઃ દિગ્‍ગજ ભારતીય સ્‍કવોશ ટીમ કોમનવેલ્‍થ ગેમ્‍સની પાંચેય ઇવેન્‍ટ્‍સમાં મેડલ જીતવાના લક્ષ્ય સાથે બર્મિગહામ પહોંચી છે. સ્‍ટાર ખેલાડીઓ સૌરવ ઘોષલ અને જોશના ચિનપ્‍પા સિંગલ્‍સમાં મેડલ જીતવાનો પુરતો પ્રયાસ કરશે. દીપિકા પલ્‍લીકલ, જોશના અને સૌરવની ત્રિપુટી છેલ્‍લા ૧૫ વર્ષથી ભારતીય સ્‍કવોશ ટીમની જવાબદારી પોતાના ખભા પર લઇ રહી છે. ભારતીય ટીમમાં ૧૪ વર્ષીય અન્‍હત સિંહ પણ સામેલ છે. તમામની નજર તેના પ્રદર્શન પર રહેશે. તેણે ગયા મહિને એશિયન જુનિયર સ્‍કવોશ ચેમ્‍પિયનશિપમાં અંડર-૧૫ કેટેગરીમાં ટાઇટલ જીત્‍યુ હતું. અનહતે અત્‍યાર સુધીમાં ૪૬ રાષ્‍ટ્રીય ખિતાબ જીત્‍યા છે, તેના નામે અત્‍યાર સુધીમાં આઠ આંતરરાષ્‍ટ્રીય ખિતાબ છે.

(4:15 pm IST)