Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મેલબોર્ન ટેસ્ટ : પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની મક્કમ બેટિંગ

ધીમી બેટિંગ કરીને ૩ વિકેટે ૨૪૪ રન કર્યા : ડેવિડ વોર્નરે ૧૩ ચોગ્ગા, એક છગ્ગાની સાથે ભવ્ય સદી ફટકારી : સ્મિથ ફરી એકવાર સદી ફટકારવાની દિશામાં

મેલબોર્ન, તા.૨૬ : ઐતિહાસિક મેલબોર્ન ખાતે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ આજે ધીમી બેટિંગ કરી હતી. જેના કારણે ક્રિકેટ ચાહકો હેરાન રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પહેલાથી ૩-૦થી શ્રેણી જીતી ગયુ હોવા છતાં ઓસ્ટ્રેલિયાની ધીમી બેટિંગથી તમામને આશ્ચર્ય થયુ હતુ. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે ૨૪૪ રન કર્યા હતા. ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ૧૦૩ રન બનાવ્યા હતા. જેમાં ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આજે રમત બંધ રહી ત્યારે કેપ્ટન સ્મીથ ફરી એકવાર સદી તરફ વધી રહ્યો હતો. સ્મીથ ૬૫ રન સાથે રમતમાં હતો. જ્યારે માર્શ ૩૧ રન સાથે રમતમાં હતો. ડેવિડ વોર્નરે તેની કેરિયરની ૨૧મી સદી ફટકારી હતી.  પર્થ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં  યજમાન ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ ઉપર એક ઇનિંગ્સ અને ૪૧ રને જીત મેળવી હતી.  આની સાથે જ ઓસ્ટ્રેલિયાએ એસીઝ શ્રેણી ઉપર ફરી કબજો જમાવી લીધો હતો. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી.  મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ ઓલઆઉટના જવાબમાં નવ વિકેટે ૬૬૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૨૧૮ રન જ બનાવી શકી હતી.

આની સાથે જ તેની એક ઇનિંગ્સ અને ૪૧ રને હાર થઇ હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી .જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનોપીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી જ્યારે બીજી ટેસ્ટ મેચમાં ૧૨૦ રનેશાનદાર જીત મેળવી હતી. સ્મિથના નેતૃત્વમાં ઘરઆંગણેઓસ્ટ્રેલિયાની ટીમ જોરદાર દેખાવ કરી રહી છે.

ડેવિડ વોર્નરની સદી....

        મેલબોર્ન, તા.૨૬ : ઐતિહાસિક મેલબોર્ન ખાતે શરૂ થયેલી ચોથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ આજે ધીમી બેટિંગ કરી હતી. જેના કારણે ક્રિકેટ ચાહકો હેરાન રહ્યા હતા. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા પહેલાથી ૩-૦થી શ્રેણી જીતી ગયુ હોવા છતાં ઓસ્ટ્રેલિયાની ધીમી બેટિંગથી તમામને આશ્ચર્ય થયુ હતુ. ડેવિડ વોર્નરની સદી નીચે મુજબ રહી હતી.

રન................................................................ ૧૦૩

બોલ.............................................................. ૧૫૧

ચોગ્ગા.............................................................. ૧૩

છગ્ગા............................................................... ૦૧

સ્ટ્રાઇકરેટ................................................... ૬૮.૨૧

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ

બેનક્રોફ્ટ

એલબી બો. વોક્સ

૨૬

ડેવિડ વોર્નર

કો. બેરશો બો. એન્ડરસન

૧૦૩

ખ્વાજા

કો. બેરશો બો. બ્રોડ

૧૭

સ્મિથ

અણનમ

૬૫

માર્શ

અણનમ

૩૧

વધારાના

 

૦૨

કુલ

(૮૯ ઓવરમાં ૩ વિકેટે)

૨૪૪

 

પતન  : ૧-૧૨૨, ૨-૧૩૫, ૩-૧૬૦

બોલિંગ : એન્ડરસન : ૨૧-૮-૪૩-૧, બ્રોડ : ૧૯-૬-૪૧-૧, વોક્સ : ૧૯-૪-૬૦-૧, અલી : ૬-૦-૩૫-૦, કુરેન : ૧૭-૫-૪૪-૦, માલન : ૭-૧-૨૦-૦

(7:46 pm IST)