Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

આજે સાંજે વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ ફાઈનલ: જીવંત પ્રસારણ: લાઇવ સ્ટ્રીમિંગ: મેચ પૂર્વે ક્લોઝિંગ સેરેમની

વુમન્સ પ્રીમિયર લીગની પ્રથમ ફાઈનલ મેચ રાજધાની  દિલ્હી અને દેશની આર્થિક રાજધાની મુંબઈની ટીમ વચ્ચે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર આજે રવિવારે સાંજે ૭.૩૦ વાગે રમાશે. ભારતીય ટીમનું સુકાન હરમનપ્રીત કૌર અને ઓસ્ટ્રેલિયન તેમનું સુકાન મેગ લૈનિંગ સંભાળશે. 
 
સ્પોર્ટ્સ-૧૮ ઉપર જીવંત પ્રસારણ થશે, જીઓ સિનેમા એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા લાઇવ સ્ટ્રીમિંગ. મેચ પૂર્વે વુમન્સ પ્રીમિયર લીગની ક્લોઝિંગ સેરેમની સંભવત: સાંજે ૬ વાગે યોજાશે. જેમાં તમન્ના ભાટિયા, દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રીઓ પરફોર્મ કરી શકે છે.

 

(12:09 pm IST)