Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

સ્વિસ ઓપન બેડમિંટન : સાત્વિક અને ચિરાગની જોડી ફાઈનલમાં

બાસેલ, તા.25

ભારતનાસાત્વિકસાઈરાજરાન્કીરેડ્ડીઅનેચિરાગશેટ્ટીનીજોડીએસ્વિસઓપનબેડમિંટનચેમ્પિયનશિપનીમેન્સડબલ્સનીફાઈનલમાંપ્રવેશમેળવીલીધોહતો. સેકન્ડ

સીડેડભારતીયજોડીએસેમિફાઈનલમાંમલેશિયાનાઓન્ગયેવસિનઅનેટેઓઈયીસામે૨૧-૧૯, ૧૭-૨૧, ૨૧-૧૭થીજીતહાંસલકરીહતી. હવેફાઈનલમાંતેઓચીનનાબિનક્રમાંકિતરેનક્ષિએન્ગયુઅનેટાનકિએંગનીજોડીસામે ટકરાશે . સાત્વિક - ચિરાગે અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં ડેનમાર્કના જૅપ્પ બૅ અને મોલ્હેડેની જોડીને ૧૫ - ૨૧ , ૨૧ - ૧૧ , ૨૧ - ૧૪થી હરાવી હતી .

સાત્વિક અને ચિરાગ જ ટાઈટલની રેસમાં બાકી રહેલા ભારતીય ખેલાડીઓ છે. અગાઉ સિંગલ્સમાં ભારતના તમામ ખેલાડીઓ પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર ફેંકાયા હતા. સિંધુ વિમેન્સ સિંગલ્સમાં અને કિદામ્બી શ્રીકાંત, પ્રનોય, મંજુનાથ જેવા ખેલાડીઓ મેન્સ સિંગલ્સમાં પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં હાર્યા હતા.

ટોપ સીડ ધરાવતો ડેનમાર્કનો વિક્ટર એક્સેલસન અને તાઈપેઈનો ચોઉ મેન્સ સિંગલ્સની સેમિ ફાઈનલમાં ટકરાશે. જ્યારે જાપાનના વાટાનાબેએ મલેશિયાના લીને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જ્યારે વિમેન્સ સિંગલ્સમાં થાઈલેન્ડની ચોચુવોંગ અને પોલેન્ડની ટુન્જુંગ વચ્ચે સેમિ ફાઈનલ રમાશે. જ્યારે ડેનમાર્કની બ્લીચફિલ્ડે અમેરિકાની બૈવન ઝાંગને હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

 

(10:30 am IST)