Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

અરૂણા રેડ્ડીએ ઇતિહાસ રચ્યો, ૨૨ વર્ષીય અરૂણા મહિલા વર્લ્ડ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને હી. બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જિમ્નાસ્ટિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે

મેલબર્ન:  ભારતીય જિમ્નાસ્ટ અરૂણા રેડ્ડીએ મેલબર્નમાં યોજાઈ રહેલા જિમ્નાસ્ટિક વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. ૨૨ વર્ષીય અરૂણા મહિલા વર્લ્ડ ઇવેન્ટમાં ત્રીજા સ્થાને હી. બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જિમ્નાસ્ટિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે. રેડ્ડીએ મેડલ રાઉન્ડમાં ૧૩.૬૪૯ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે ભારતની પ્રીતિ નાયક છઠ્ઠા સ્થાને રહી હતી. ટૂર્નામેન્ટમાં સ્લોવાકિયાની ટ્ઝાસા ક્લિસલેફે ૧૩.૮૦૦ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો જ્યારે યજમાન ઓસ્ટ્રેલિયાની એમિલી વ્હાઇટહેડે ૧૩.૬૯૯ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

અરૂણા રેડ્ડી અગાઉ કરાટેમાં બ્લેક બેલ્ટ અને ટ્રેનર પણ રહી ચૂકી છે. ૨૦૦૫માં રેડ્ડીએ પોતાનો પ્રથમ નેશનલ મેડલ જીત્યો હતો. ૨૦૧૪ કોમનવેલ્થ ગેમ્સમાં વોલ્ટના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ૧૪મા સ્થાને રહી હતી. તેમજ એશિયન ગેમ્સમાં નવમા ક્રમે રહી હતી. અરૂણાએ ધીમે ધીમે પોતાના પ્રદર્શનમાં સુધારો કર્યો અને ૨૦૧૭ એશિયન ચેમ્પિયનશિપ વોલ્ટમાં છઠ્ઠા સ્થાને રહી હતી.

વિશ્વમાં જિમ્નાસ્ટિકમાં ભારતીય પડકાર ૨૦૧૦થી જોવા મળી રહ્યો છે. અગાઉ આશિષકુમારે ૨૦૧૦ કોમનવેલ્થમાં જિમ્નાસ્ટિકનું પ્રથમ મેડલ જીત્યું હતું.આશિષે બ્રોન્ઝ જીત્યો હતો. તે પચી રિયો ઓલિમ્પિકમાં દીપા કર્માકરે વિશ્વ સમક્ષ જિમ્નાસ્ટિકમાં ભારતની મજબૂત દાવેદારી રજૂ નોંધાવી હતી. દીપા ૫૨ વર્ષોમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર પ્રથમ જિમ્નાસ્ટ બની હતી પરંતુ તે બ્રોન્ઝ મેડલ જીતવાનું ચૂકતાં ચોથા સ્થાને રહી હતી.

 

(11:42 am IST)