Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

સિરાજે નંબર- વન રેન્‍ક ગુમાવ્‍યો, વિલિયમસન ટેસ્‍ટમાં નંબર- ટૂ

ટેસ્‍ટમાં બોલીંગમાં અશ્વિન નં.૧ ઓલરાઉન્‍ડમાં જાડેજા પ્રથમ સ્‍થાને

નવી દિલ્‍હીઃ ભારતના પેસ બોલર મોહમ્‍મદ સિરાજે વન-ડેના રેન્‍કિંગ્‍સમાં મોખરાનો રેન્‍ક થોડા જ દિવસમાં ગુમાવી દીધો છે. આઈસીસીના લેટેસ્‍ટ રેન્‍કિંગ્‍સ મોખરાનો રેન્‍ક થોડા જ દિવસમાં ગુમાવી દીધો છે. આઈસીસીના લેટેસ્‍ટ રેન્‍કિંગ્‍સ મુજબ ઓસ્‍ટ્રેલિયાનો જોશ હેઝલવુડ તેના સ્‍થાને નંબર- વન થઈ ગયો છે. સિરાજ ત્રીજા નંબરે ગયો છે અને બીજા નંબરે ટ્રેન્‍ક બોલ્‍ટ છે. બેટર્સમાં બાબર આઝમ હજીયે નંબર- વન છે.

ટેસ્‍ટના બેટર્સમાં ન્‍યુઝીલેન્‍ડનો કેન વિલિયમસન બીજા નંબરે આવી ગયો છે. તેણે તાજેતરમાં શ્રીલંકા સામેની બે ટેસ્‍ટમાં કુલ ૨૧૫ રન બનાવ્‍યા હતા. આ લિસ્‍ટમાં ઓસ્‍ટ્રેલિયાનો માર્નસ લબુશેન અવ્‍વલ છે. ટેસ્‍ટના બોલર્સમાં આર.અશ્વિન નંબર- વન છે, જયારે ઓલરાઉન્‍ડર્સમાં રવીન્‍દ્ર જાડેજા પહેલા સ્‍થાને છે

(4:19 pm IST)