Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

બ્રાન્ડ વેલ્યુમાં શાહરુખ ખાનને પછાડી વિરાટ કોહલી બન્યો નંબર વન

નવી દિલ્હી:ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન . વિરાટ કોહલી ભારતના સૌથી મોટા બ્રાંડ બની ગયા છે. તેમને બાબતમાં બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને પાછળ છોડી દીધા છે. રાઈઝ ઓફ મિલેનીયલ્સ : ઇન્ડિયાઝ મોસ્ટ વેલ્યુએબલ સેલિબ્રિટી બ્રાન્ડસે પોતાના રિપોર્ટમાં વાતની જાણકારી આપી છે. વિરાટ કોહલીની સાથે દીપિકા પાદુકોણ અને રણબીર સિંહે યાદીમાં ટોપ રેન્કિંગ મેળવી છે.

પ્રમુખ આંતરાષ્ટ્રીય મૂલ્યાંકન એન્ડ અને કોર્પોરેટ ફાઇનાન્સ સલાહકાર-ડેફ અને ફેલ્પ્સના મેનેજિંગ ડિરેક્ટર અને ભારત, જાપાન અને દક્ષિણપૂર્વ એશિયા પ્રાદેશિક હેડ વરુણ ગુપ્તાએ જણાવ્યું છે કે, “જ્યારથી અમે પોતાની રેકિંગ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી શાહરૂખ ખાન પ્રથમ વખત તેમની ટોપ રેકિંગમાંથી આઉટ થયા છે અને તેમની જગ્યા વિરાટ કોહલીએ લીધી છે. હવે વિરાટ કોહલી દર્શકોને પોતાની તરફથી આકર્ષિત કરવા માટે બ્રાન્ડ્સની પ્રથમ પસદંગી બની ગયા છે.ડફ અને ફેલ્પ્સના ડિરેક્ટર અવિરલ જેમને જણાવ્યું હતું કે, “તેમ છતાં, બૉલીવુડની હસ્તીઓએ અમારી ટોપ-૧૫ યાદીમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે, પરંતુ વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને પીવી સિંધુ જેવા ખેલતી તેમને ટક્કર આપી રહ્યા છે. જોવામાં આવે તો તેમની સામૂહિક બ્રાંડ વેલ્યુ ૧૮૦ મીલીયન અમેરિકી ડોલર છે જો ટોપ-૧૫ માં પહોંચેલા સેલિબ્રિટીની કુલ બ્રાંડ વેલ્યુ લગભગ એક ચોથા ભાગના બરાબર છે.”
 

(7:19 pm IST)