Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પાક. ક્રિકેટર આમિર હનીફના પુત્રનું અન્ડર-૧૯ ટીમમાં સિલેકશન ન થતાં આત્મહત્યા કરી લીધી

કરાંચીની ટીમ તરફથી રમતો હતો, ઈજા થતાં ઘરે પરત મોકલી દેવામાં આવ્યો હતો, પણ તે ઘરે જવા માગતો નહતો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આમિર હનીફના પુત્રે 'અંડર -૧૯ ટીમમાં પસંદગી ન થતાં' આત્મહત્યા કરી લીધી છે. હનીફના સૌથી મોટા પુત્ર મોહમ્મદ જારયાબે સોમવારે આત્મહત્યા કરી લીધી હતી, તે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો.

 

જિયો ન્યૂઝે હનીફના હવાલાથી જણાવ્યું છે કે, ઉંમરના આધાર પર તેના પુત્રની અંડર-૧૯ ટીમમાં પસંદગી થઈ નહોતી, જેને કારણે તે ઉદાસ હતો.

જારયાબ જાન્યુઆરીમાં લાહોરમાં એક અંડર-૧૯ ટુર્નામેન્ટ દરમિયાન કરાચી તરફથી રમ્યો હતો અને 'ઇજાગ્રસ્ત થવાને કારણે તેને પાછો ઘરે મોકલી દેવાયો હતો.' તે જવા માગતો નહોતો, પરંતુ તેને ભરોસો આપવામાં આવ્યો હતો કે, ટીમમાં તેની પસંદગી થઈ જશે. જોકે બાદમાં 'ઉંમર વધુ હોવાને' આધારે તેનો ટીમમાં સમાવેશ કરાયો નહોતો.

હનીફે કહ્યું કે, 'મારા પુત્રને દેશમાં અંડર-૧૯ ક્રિકેટ મામલે દેખરેખ કરનારા લોકો અને કોચે આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા. મારા પુત્ર પર દબાણ બનાવવામાં આવ્યું હતું. કોચના વ્યવહારે તેને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો.'(૩૭.૫)

(1:04 pm IST)