Gujarati News

Gujarati News

News of Saturday, 20th November 2021

એબીની સરખામણી કોઇ કરી શકે તેમ નથી

ડીવીલીયર્સની પત્નિએ સોશ્યલ મિડીયામાં તસ્વીર શેર કરી વિરાટે કહ્યું અમારો સંબંધ રમત ગમતથી આગળ છે અને હંમેશા રહેશે

નવી દિલ્હીઃ એબી ડી વિલિયર્સે  તમામ ફોર્મેટને અલવિદા કહીને એક વિશાળ શૂન્યતા છોડી દીધી છે.  આવો ખેલાડી ફરીથી મળવો મુશ્કેલ છે.  એબી અદભુત સ્તરની પ્રતિભા હતી, તેની સરખામણી કોઈ કરી શકે તેમ નથી. આવી એક ભાવનાત્મક પોસ્ટ ડિવીલીયર્સની પત્નિએ શેર કરી હતી.

  જયારે કોહલીએ પોતાના ખાસ મિત્ર ડી વિલિયર્સની નિવૃત્તિ બાદ ટ્વિટ કરીને લખ્યું, મારા માટે આ હૃદયદ્રાવક સમાચાર છે.  પરંતુ હું જાણું છું કે તમે તમારા અને તમારા પરિવાર માટે હંમેશની જેમ શ્રેષ્ઠ નિર્ણય લીધો છે. હું હંમેશા તને પ્રેમ કરીશ. પોતાના બીજા ટ્વીટમાં તેણે કહ્યું, આપણા સમયનો સર્વશ્રેષ્ઠ ખેલાડી અને સૌથી પ્રેરણાદાયી વ્યકિત જેને હું મળ્યો છું.  મારા ભાઈ ક્રિકેટ અને આરસીબી માટે તમે જે કર્યું છે તેના પર તમને ખરેખર ગર્વ હોવો જોઈએ.અમારો સંબંધ રમતગમતથી આગળ છે અને હંમેશા રહેશે. 

(12:57 pm IST)