Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

સ્ટીવ સ્મિથ અને મેક્સવેલને ફ્રેન્ચાઈઝીએ રિલિઝ કર્યા

આઈપીએલ પૂર્વે ઓસ્ટ્રેલિયન્સ ખેલાડીઓને આંચકો : આઈપીએલની ૨૦૨૧ની સિઝન માટેની તૈયારીઓ જોરમાં, ટીમોએ રિટેન-રિલિઝ ખેલાડીઓની યાદી આપી

મુંબઈ, તા. ૨૦ :ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૧ માટે ફેબ્રુઆરીમાં નિલામી થવાની છે. અને આ પ્રક્રિયા પહેલાં આઈપીએલની ટીમો દ્વારા ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં આ વખતે આઈપીએલની ટીમોએ વિદેશી ખેલાડીઓને રિલીઝ કરી દીધા છે. જેમાં સૌથી મોટું નામ સ્ટિવ સ્મિથનું છે. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલ, લસિથ મલિંગા સહિતના ખેલાડીઓને પણ રિલીઝ કરી દેવામાં આવ્યા છે. આજે રિટેન અને રિલીઝનું લિસ્ટ સોંપવાની અંતિમ તારીખ હતી.

રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સ્ટીવ સ્મિથ, કિંગ્સ ઇલેવન પંજાબની ટીમે ગ્લેન મેક્સવેલ, ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમે કેદાર જાધવ, પિયુષ ચાવલા, હરભજન સિંહ, મુરલી વિજય તો બેંગ્લોરે ડેલ સ્ટેઈન, એરોન ફિન્ચ, મોઈન અલી, ક્રિસ મોરિસને રિલીઝ કરી દેવામાં આવ્યા છે. હરભજન સિંહે પણ ચેન્નાઈનો કોન્ટ્રાક્ટ ખતમ થવાની જાણકારી આપી ચેન્નાઈથી દૂર થવાની જાણ કરી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે લસિથ મલિંગા, નાથન કૂલ્ટર નાઈલ, મિચેલ મેક્લેઘન, રદરફોર્ડ, જેમ્સ પેટિંસ, દિગ્વિજય, પ્રિન્સ બલવંતને રિલિઝ કર્યા.

આરસીબીએ મોઈન અલી, શિવમ દુબે, ગુરકીરત સિંહ માન, એરોન ફિન્ચ, ક્રિસ મોરિસ, પવન નેગી, પાર્થિવ પટેલ (સંન્યાસ), ડેલ સ્ટેઈન (ઉપલબ્ધ નથી), ઈસુરુ ઉડાના, ઉમેશ યાદવને રિલિઝ કર્યા.

સીએસકેએ પિયુષ ચાવલા, કેદાર જાધવ, મુરલી વિજય, હરભજન સિંહ, મોનુ કુમાર સિંહ, શેન વોટ્સન (સંન્યાસ)ને રિલિઝ કર્યા.

કેકેઆરે ટોમ બેન્ટન, ક્રિસ ગ્રીન, સિદ્ધેશ લાડ, નિખિલ નાઈક, એમ સિદ્ધાર્થ, હેરી ગર્નીને રિલિઝ કર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા, ઈશાન કિશન, સુર્યકુમાર યાદવ, ક્વિંટન ડિકોક, અનમોલપ્રીત સિંહ, આદિત્ય તારે, ક્રિસ લિન, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા,  કાયરન પોલાર્ડ, જયંત યાદવ, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, મોહસિન ખાન, રાહુલ ચાહર અને અનુકુલ રોયને રિટેન કર્યા.

આરસીબીએ વિરાટ કોહલી, એબી ડિવિલિયર્સ, યુઝવેન્દ્ર ચહલ, દેવદત્ત પડિક્કલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, એડમ જમ્પા, શહબાજ અહમદ, જોશ ફિલિપ, કેન રિચર્ડસન અને પવન દેશપાંડેને રિટેન કર્યા.

સીએસકેએ એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, સુરેશ રૈના, ફાફ ડૂ પ્લેસિસ, સેમ કરન, ડ્વેયન બ્રાવો, જોશ હેઝલવુડ, લુંગી નગીડી, અંબાતી રાયડુ, કરણ શર્મા, મિશેલ સેન્ટનર, શાર્દુલ ઠાકુર. ઋતુરાજ ગાયકવાડ, એન જગદીશન, ઈમરાન તાહિર, દીપક ચહર, KM આસિફ, આર સાઈ કિશોરને રિટેન કર્યા.

કેકેઆરે ઈઓન મોર્ગન, એન્ડ્રે રસેલ, દિનેશ કાર્તિક, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નિતિશ રાના, પ્રસિધ ક્રિષ્ના, રિક્નુ સિંહ, સંદીપ વરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સુનિલ નરિન, પેટ કમિન્સ, રાહુલ ત્રિપાઠી, વરુણ ચક્રવર્તી, અલી ખાન, ટીમ સેઈફર્ટને રિટેન કર્યા હતા.

(9:13 pm IST)
  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST

  • ' ખેતી કા ખૂન ' : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુકલેટ લોન્ચ કરી : નવા કૃષિ કાનૂનથી સમગ્ર દેશની ખેતી ઉપર ચારથી પાંચ કોર્પોરેટ ક્ષેત્રોનો કબજો આવી જશે : પત્રકાર પરિષદમાં સંબોધન કર્યું access_time 8:58 pm IST